26th January selfie contest

સચિન પાયલટે વસુંધરા રાજે અને અશોક ગેહલોત વિશે એવું કહી દીધું કે થશે મોટી બબાલ

PC: postsen.com

અશોક ગેહલોતે કહ્યું હતું કે, રાજસ્થાનમાં સરકાર બચાવવા પાછળ BJP નેતા અને પૂર્વ CM વસુંધરા રાજેનો હાથ છે. ગેહલોતના આ નિવેદનને લઇને સચિન પાયલટ આજે ગુસ્સામાં દેખાયા. પાયલટે કહ્યું કે, તેનાથી વધુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે. મુખ્યમંત્રીનું જે ભાષણ થયુ તેના પરથી લાગે છે કે મુખ્યમંત્રીની નેતા સોનિયા ગાંધી નથી, તેમની નેતા વસુંધરા રાજે છે. પાયલટે કહ્યું કે, એક તરફ કહેવામાં આવી રહ્યું હતું કે, અમારી સરકારને તોડી પાડવાનું કામ BJP કરી રહી હતી. બીજી તરફ કહેવામાં આવ્યું કે, વસુંધરાએ સરકાર બચાવી, તો સત્ય શું છે એ સ્પષ્ટ કરી દેવુ જોઈએ. પાયલટે કહ્યું કે, મારી ઉપર રાષ્ટ્રદ્રોહ પણ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હું અને મારા સાથી ઇચ્છતા હતા કે નેતૃત્વ પરિવર્તન થાય અને અમે લોકો દિલ્હી ગયા હતા, જેને લઇને કમિટીનું ગઠન કરવામાં આવ્યું.

સચિન પાયલટે આગળ કહ્યું કે, અમે બધાએ પૂરા જોશ સાથે પ્રયત્ન કર્યા હતા. અનુશાસન તોડવાનું કામ ક્યારેય નથી કર્યું. મને ઘણુ બધુ કહેવામાં આવ્યું, નિકમ્મા, ગદ્દાર, વગેરે પરંતુ, જે આરોપ લાગ્યા તે ખોટા હતા. જે ભાષણ આપ્યું તેમા તેમણે જ સરકારના નેતાઓને બેઇજ્જત કરવામાં આવી રહ્યા છે અને BJP ના ગુણગાન કરવામાં આવી રહ્યા છે. હું આ પાયાવિહોણા અને ખોટા આરોપોને નકારું છું. થોડાં રૂપિયામાં નેતાઓના વેચાઇ જવાનો આરોપ લગાવી દેવા તદ્દન ખોટું છે.

પાયટલે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું, અમે દિલ્હી ગયા, પોતાની વાત રજૂ કરી અને તમામ વાતને સમજીને સોનિયાજીએ દિલ્હીથી નેતાઓને મોકલ્યા અને મીટિંગ થઈ જ ના શકી. તે ગદ્દારી હતી કારણ કે, અવગણના કરવામાં આવી. અત્યારસુધી જે કંઈ થયુ તે સ્પષ્ટ દેખાય છે કે અનુશાસનહીનતા કોણે કરી. પાર્ટીને કોણ નબળી બનાવી રહ્યું છે તે દેખાઈ રહ્યું છે. પોતાના નેતાઓને ખુશ કરવા માટે દરેક વ્યક્તિ ઘણુ બધુ કહે છે પરંતુ, હું સ્ટેજ પરથી બોલું તે શોભા નથી આપતું.

સચિન પાયલટે ગેહલોત પર નિશાનો સાધતા કહ્યું, હું દોઢ વર્ષથી ચિઠ્ઠીઓ લખી રહ્યો છું. વસુંધરાના કાર્યકાળમાં જે ભ્રષ્ટાચાર થયા તેની તપાસ શા માટે ના થઈ. હવે સમજાઈ રહ્યું છે કે, તેની તપાસ શા માટે ના થઈ. સચિન પાયલટે આગળ કહ્યું, મેં ભ્રષ્ટાચારના મુદ્દાને ઉઠાવ્યો છે અને આગળ પણ ઉઠાવીશ. મેં 11 મેના રોજ અજમેરથી જયપુર સુધી જનસંઘર્ષ પદયાત્રા કરવા અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ અને યુવાઓ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓને ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. મારું માનવુ છે કે, યોગ્ય નિર્ણય ત્યારે જ લેવામાં આવે છે જ્યારે આપણી પાસે લોકોનું સમર્થન હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp