જલ્દી લગ્ન કરી નાંખો, અમે બધા જાનમાં આવીશું, મહાબેઠક પછી લાલુની રાહુલને સલાહ

બિહારના પટનામાં શુક્રવારે વિપક્ષોની મહાબેઠક કરવામાં આવી હતી. બેઠક પુરી થયા પછી RJD નેતા લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધી સાથે મજાક કરી હતી. લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને દાઢી કઢાવવાની સલાહ આપતાની સાથે એમ કહ્યું હતું કે, જલ્દી લગ્ન કરી નાંખો અમે બધા તમારી જાનમાં આવીશું. RJDના સુપ્રીમો લાલુ પ્રસાદે કહ્યું કે, તમારી માતા સોનિયા ગાંધીની પણ એ જ ઇચ્છા છે કે રાહુલના જલ્દી લગ્ન થઇ જાય.
2024ની લોકસભાની ચૂંટણી પહેલા બિહારમાં વિપક્ષી પાર્ટીઓની એક મહાબેઠક નીતિશ કુમારે પટનામાં બોલાવી હતી. આ બેઠકમાં સામેલ બધા નેતાઓએ એકજૂટ થવા પર મનોમંથન કર્યું હતું. બેઠક પત્યા પછી જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ દરમિયાન RJDના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે રાહુલ ગાંધી માટે જે નિવેદન આપ્યું તે સોશિયલ મીડિયમાં વાયરલ થઇ ગયું છે.
લાલુપ્રસાદ યાદવે રાહુલ ગાંધીને દાઢી ટ્રીમ કરવાની સલાહ આપી હતી અને સાથે કહ્યું હતું કે, જલ્દી પરણી જાઓ, એટલે અમે બધા જાનૈયા બનીને આવીશું. લાલુપ્રસાદે કહ્યું કે, સોનિયા ગાંધી પણ ઇચ્છે છે કે તેમનો પુત્ર હવે પરણી જાય.
શુક્રવારે, 23 જૂને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સત્તા પરથી હટાવવા માટે એકજૂટ થયેલી દેશની અપોઝિશન પાર્ટીના નેતાઓની મહાબેઠક શુક્રવારે, 23 જૂને બિહારના પટનામાં શરૂ થઇ હતી. આ બેઠક બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બોલાવી છે. આ બેઠકમાં મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ભાગવંત માન, એમ કે સ્ટાલિન સહિત 6 રાજ્યોના મુખ્યમંત્રી અને અખિલેશ યાદવ, ઉદ્ધવ ટાકરે, મહેબૂબા મૂફ્તી, સહિત 5 રાજ્યોના પૂર્વ CM આ મહાબેઠકમાં સામેલ થયા છે. ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મલ્લિકાજૂર્ન ખડગે, સંજય રાઉત સહિતના નેતાઓ પણ બેઠકમાં હાજર છે. આ બેઠકમાં BRS,JDS અને YSR કોંગ્રેસે બેઠકમાં હાજરી આપી નહોતી. કુલ 27 નેતા આ બેઠકમાં હાજર રહ્યા હતા.
મહાબેઠક પત્યા પછી બધા નેતાઓઅ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગેએ કહ્યું કે, અમે બધા 12 જુલાઇએ ફરી સિમલા મળીશું, જેમાં એક જનરલ એજન્ડા નક્કી કરવામાં આવશે. સાથે જ એક નેતાને સંયોજક તરીકે પસંદ કરવામાં આવશે.
જો કે બેઠક પછીને પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર નહોતા રહ્યા. બેઠકમાં ઉમર અબ્દુલ્લા અને કેજરીવાલ વચ્ચે અસંમતિ જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp