UPમા પેટાચૂંટણીના પ્રચારે ગયેલા ભાજપના ઉમેદવાર પર શાહી ફેંકવામાં આવી, જુઓ વીડિયો

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના મઉની ઘોસી વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી થવાની છે. એના માટે  5 સપ્ટેમ્બરે મતદાન અને 8 સપ્ટેમ્બર મત ગણતરી થવાની છે. સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા દારા સિંહ ચૌહાણને આ બેઠક પરથી ટિકીટ આપવામાં આવી છે અને તેમણે ચૂંટણી જીતવા માટે પુરી તાકાત લગાડી દીધી છે. એના અનુસંધાનમાં દારા સિંહ રવિવારે પોતાના વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર કરવા માટે નિકળ્યા હતા. એ દરમિયાન કોઇકે તેમના મોંઢા પર શાહી ફેંકી દીધી હતી. આ ઘટના કોપાગંજ પોલીસ સ્ટેશનના અદરી મહોલ્લાની છે.

ભાજપના જિલ્લા અધ્યક્ષ પ્રવીણ ગુપ્તાએ આ માટે સમાજવાદી પાર્ટીને જવાબદાર ઠેરવી છે. ભાજપનો દાવો છે કે મોનુ યાદવ ઉર્ફે ડાયમંડ નામના યુવકે પાર્ટીના ઉમેદવાર પર શાહી ફેંકી છે. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ આરોપીને શોધી રહી છે.

દારા સિંહ ચૌહાણે કહ્યું કે રાજ્ય અને દેશની નજર આ ચૂંટણી પર છે. આ સીટ પર ભાજપને મળી રહેલ સમર્થનને કારણે વિપક્ષમાં બોખલાહટ જોવા મળી રહી છે, જેના કારણે આવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. મતલબ કે આ લોકોએ પોતાની હાર સ્વીકારી લીધી છે.

તાજેતરમાં દારા સિંહ અનેક વાહનોના કાફલા સાથે વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ચૌહાણે કહ્યું હતું કે જ્યારે તેઓ લખનૌથી નીકળ્યા ત્યારે તેમણે જે ઉત્સાહ જોયો તે એ વાતનો પુરાવો છે કે PM મોદી પૂર્ણ બહુમત સાથે ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હું દાવા સાથે કહી શકું છુ કે ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકો જીતીને નરેન્દ્ર મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવામાં ઉત્તર પ્રદેશનો મોટો રોલ હશે.

દારા સિંહે આગળ કહ્યું હતું કે ઘોસી અમારો સૌથી પછાત વિસ્તાર છે. લોકોનું માનવું છે કે જ્યાં સુધી  તેઓ ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ સાથે કામ નહીં કરે ત્યાં સુધી આ ક્ષેત્રનો વિકાસ થશે નહીં. એટલે તેમની સુરક્ષાને આગળ વધારવા માટે અમે ભાજપમાં જોડાયા છીએ.

દારા સિંહે કહ્યુ કે અમારા ઘણા બધા સાથી NDAમાં સામેલ થયા છે. આ જે તમે ભીડ જોઇ રહ્યા છો , એ બધા ઘોસીના મતદારો છે. તેમનો ઉત્સાહ એ વાતની સાબિતી છે કે પેટા ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતી મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp