26th January selfie contest

ગુલામ નબીના જૂના વફાદારો થઇ રહ્યા છે ‘આઝાદ’, ઘાટીને સમજવામાં ચૂક થઇ

PC: economictimes.indiatimes.com

ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદને મોટો ઝાટકો લાગ્યો છે, જ્યારે એક સાથે તેમની પાર્ટીના 17 નેતાઓએ સાથ છોડી દીધો. આ નેતાઓમાં પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી તારા ચંદ અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પીરઝાદા મોહમ્મદ સઇદ સહિત એ નામો છે, જેને ગુલામ નબી આઝાદના ખાસ ગણવામાં આવતા હતા. ગયા વર્ષે જ્યારે ગુલામ નબી આઝાદે કોંગ્રેસથી અલગ રાહ પર ચાલતા એક અલગ પાર્ટી બનાવી તો આ નેતાઓ પણ સાથે આવ્યા હતા. તેઓ પાછા જૂની પાર્ટીમાં ફરી ગયા છે.

શુક્રવારે આ બધા કોંગ્રેસમાં શામેલ થઇ ગયા તો તેમણે આરોપ લગાવ્યો કે, આઝાદની પાર્ટી રાજ્યમાં સેક્યુલર વોટોને વહેંચીને ભાજપને ફાયદો પહોંચાડશે. ગુલામ નબી આઝાદની પાર્ટીમાં થયેલો આ વિસ્ફોટ સવાલો ઉભા કરે છે કે, તેમના સાથી અને વફાદાર મનાતા તેમનાથી દૂર કેમ જઇ રહ્યા છે. શું ગુલામ નબી આઝાદથી ઘાટીના રાજકારણને સમજવામાં ભૂલ થઇ છે. આઝાદના રાજકારણને સમજવું છે તો કાશ્મીરના પ્રમુખ મુદ્દાઓ પર તેમના વિચારો જોવા જરૂરી છે. જમ્મૂ કાશ્મીર માટે ભાવનાત્મક રહેલા કલમ 370, રાજ્યનો દરજ્જો, જમીનનો અધિકાર અને રોજગાર જેવા મુદ્દા પર તેઓ શું વિચારે છે.

ઓગસ્ટ 2019માં જ્યારે મોદી સરકારે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370ને ખતમ કરવાનો નિર્ણય કર્યો તો આઝાદ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સભ્ય હતા અને સદનમાં વિપક્ષના નેતા પણ હતા. એ સમયે આઝાદે સદનમાં આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસ છોડ્યા બાદ તેઓ આ મુદ્દા પર અલગ વાત કરતા નજરે પડ્યા. આઝાદે એક જગ્યા પર બોલતા કહ્યું કે, કલમ 370 ઘણી મહત્વપૂર્મ છે અને મારું માનવું છે કે, આ ખરાબ ન હતી. કોઇ વસ્તુ જે 70 વર્ષો સુધી ભારતીય સંવિધાનનો હિસ્સો રહી તો કેવી રીતે તે ખરાબ હોઇ શકે.

જ્યારે વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનામાં એક નિવેદન આવ્યું જેનાથી સમજ પડી કે, આઝાદ 370ના મુદ્દાથી દૂરી બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, બીજી પાર્ટીઓની જેમ વોટ માટે લોકોને ગેરમાર્ગે ન દોરીશ. કલમ 370ને બહાલ કરવા માટે લોકસભામાં લગભગ 350 અને રાજ્ય સભામાં 175 સીટની જરૂર પડશે. કોંગ્રેસ પાસે હજુ 50થી ઓછા લોકસભા સભ્ય છે. એવામાં 370 બહાલ કરવાનો દાવો ખોટો છે.

આઝાદ સતત કહી રહ્યા છે કે, તેઓ જમ્મૂ કાશ્મીરને પૂર્મ રાજ્યનો દરજ્જો અપાવવાના હકમાં છે. પણ હવે લાગે છે કે, તેઓ ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક ફરીવાર પોતાની વાત બદલી રહ્યા છે. એક ઇન્ટર્વ્યુમાં તેમણે રાજ્યનો વિશેષ દરજ્જો છીનવાઇ જવા પર ભાજપની આલોચના કરી હતી કે, તેનાથી જમ્મૂ કાશ્મીરના લોકોના જીવનમાં કોઇ સકારાત્મક પરિવર્તન નથી થયું. અલગ અલગ નિવેદનોથી ભલે તેઓ સંદેશ આપવાની કોશિશ કરી રહ્યા હોય પણ, તેનાથી સંદેશ જાય છે કે, રાજ્યના મહત્વ પૂર્ણ મુદ્દા પર તેમના વિચારો સાફ નથી.

વિચાર ધારા સિવાય આઝાદની સાથે મોટી સમસ્યા છબિની છે, જે એક નવી પાર્ટીના નેતામાં હોવી જોઇએ. એક નવી પાર્ટી માટે તેના નેતા મજબૂત છબિ વાળા હોવા જોઇએ પણ મહત્વપૂર્ણ પદો પર રહેવા છતાં આઝાદની એવી છબિ ન બની શકી. સંજય ગાંધીથી લઇને સોનિયા ગાંધી સુધી તેઓ હંમેશા ગાંધી પરિવારના નજીકના રહ્યા. તેમને પાર્ટી મેનેજમેન્ટનો હિસ્સો સમજવામાં આવતા હતા.

2005થી 2008 સુધી તેઓ જમ્મૂ કાશ્મીરમાં મુખ્યમંત્રી રહ્યા. આ દરમિયાન પણ તેમણે કોઇ એવું કામ ન કર્યું કે જેનાથી તેમની છબિને મજબૂત બનાવી શકાય. તેમનો કાર્યકાળ પણ બરાબર પૂરો ન થયો. એક મંદિરને સરકારી જમીન આપવાના તીખા નોટ પર તેનો અંત આવ્યો.

હજુ ઘોષણા નથી થઇ, પણ એમ માનવામાં આવે છે કે, રાજ્યમાં જલ્દી જ ચૂંટણી થઇ શકે છે. એક તરફ કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રેન્સ એક બીજાની નજીક આવી રહી છે. ગુલામ નબીની ડેમોક્રેટિક આઝાદ પાર્ટીની સ્થિતિ હજુ સાફ નથી. ફારૂક અબ્દુલ્લા તો કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં શામેલ પણ થઇ ચૂક્યા છે. જ્યારે આઝાદ પોતાને સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે કે તેઓ ભાજપની નજીક નથી.

આઝાદની ભાજપ સાથેની નીકટતાની વાતો એમ જ નથી. આઝાદનો રાજ્યસભામાં કાર્યકાળ ફેબ્રુઆરી, 2020માં જ ખતમ થઇ ચૂક્યો છે, પણ હજુ સુધી 5 સાઉથ એવન્યુનો તેમનો બંગલો ખાલી નથી થયો. જ્યારે, સદનમાં વિદાઇ સમારોહમાં વડાપ્રધાન અને તેમનું એક બીજા વિશે આપેલું સંબોધન પણ છે જેના પર કેટલાક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp