ચૂંટણી અધિકારીની નિમણૂકની કમિટીમાંથી CJIને કાઢવા માટે મોદી સરકારનું નવું બિલ

PC: twitter.com

દિલ્હી વટહુકમ બાદ હવે ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠના નિર્ણયને બદલવા માટે કેન્દ્ર સરકાર વધુ એક બિલ રજૂ કરશે. મોદી સરકારે રાજ્યસભામાં આજે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (સેવાની નિમણૂક શરતો અને કાર્યકાળ) બિલ 2023 લિસ્ટ કરવામાં આવ્યું છે. આ બિલ પર રાજ્યસભામાં જોરદાર હોબાળો થયો. સુપ્રીમ કોર્ટે માર્ચમાં આપેલા પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ચૂંટણી કમિશનરોની નિમણૂક, વડાપ્રધાન, CJI અને લોકસભામાં વિપક્ષના નેતાની એક ઉચ્ચાધિકારી કમિટીની ભલામણ પર રાષ્ટ્રપતિ કરશે.

સુપ્રીમ કોર્ટે આ દરમિયાન કહ્યું હતું કે, ચૂંટણી કમિશનરોની નિમણૂક સરકારના નિયંત્રણથી બહાર થવી જોઈએ. કેન્દ્રએ પોતાના નવા બિલના માધ્યમથી આ નિર્ણયને બદલી દીધો અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને સરકારના દાયરામાં પાછી લાવી દીધી છે. હવે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરનારી કમિટીમાં વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને એક કેબિનેટ મંત્રી સામેલ થશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, તે માપદંડ ત્યાં સુધી લાગૂ રહેશે, જ્યાં સુધી આ મુદ્દા પર સંસદ દ્વારા કોઈ કાયદો બનાવવામાં આવતો નથી.

કોર્ટે કહ્યું હતું કે, અત્યારે જે ચૂંટણી કમિશનરની નિમણૂક કરવાની વ્યવસ્થા છે, તેને કાયમ નહીં રાખી શકાય. વિપક્ષે આ બિલને લઈને મોદી સરકારને ઘેરી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, મેં પહેલા જ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીજી દેશની સુપ્રીમ કોર્ટને માનતા નથી. તેમનો સંદેશ સ્પષ્ટ છે, જે સુપ્રીમ કોર્ટના આદેશ તેમને પસંદ નહીં આવે, તેને સંસદમાં કાયદો લાવીને તેને પલટી દેશે. જો વડાપ્રધાન ખુલ્લેઆમ સુપ્રીમ કોર્ટને માનતા નથી તો તે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. સુપ્રીમ કોર્ટે એક નિષ્પક્ષ કમિટી બનાવી હતી, જે નિષ્પક્ષ ચૂંટણી કમિશનરોની નિમણૂક કરશે.

સુપ્રીમ કોર્ટના આદેશોને પલટીને મોદીજીએ એવી કમિટી બનાવી દીધી જે તેમના કંટ્રોલમાં હશે અને જેનાથી તેઓ પોતાની મન પસંદગીના વ્યક્તિને ચૂંટણી કમિશનર બનાવી શકશે. તેનાથી ચૂંટણીની નિષ્પક્ષતા પ્રભાવિત થશે. એક બાદ એક નિર્ણયોથી પ્રધાનમંત્રીજી ભારતીય જનતંત્રને નબળું કરતા જઈ રહ્યા છે. TMC નેતા સાકેત ગોખલેએ કહ્યું કે, મોદી સરકારે ફરી એક વખત સુપ્રીમ કોર્ટના નિર્ણયને બેશરમીથી કચડી દીધો અને ચૂંટણી પંચને પોતાનું ચમચી જ બનવી દીધું. હવે મૂળ રૂપે મોદી અને એક મંત્રી આખા ચૂંટણી પંચની નિમણૂક કરશે.

I.N.D.I.A. ગઠબંધન દ્વારા ભાજપના દિલમાં જે ડર ઉત્પન્ન કર્યા બાદ તે 2024ની ચૂંટણીમાં ગોટાળો કરવાની દિશામાં એક સ્પષ્ટ પગલું છે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે આરોપ લગાવ્યો કે, આ પગલું ચૂંટણી આયોગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથોની કઠપૂતળી બનાવવાનો પ્રયાસ છે. સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણયનું શું, જેમાં એક નિષ્પક્ષ પંચની આવશ્યકતાની વાત કરવામાં આવી છે? પ્રધાનમંત્રીએ પક્ષપાતી ચૂંટણી કમિશનરની નિમણૂક કરવાની આવશ્યકતા કેમ અનુભવાય છે? તે એક સંવૈધાનિક મનમાનિપૂર્ણ અને અનુચિત બિલ છે. અમે દરેક મંચ પર તેનો વિરોધ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp