શું પાકિસ્તાનમાં ફરી તખ્તો પલટાશે? મરિયમ શરીફે PM કાકા સામે ખોલ્યો મોર્ચો

PC: zee5.com

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારનો તખ્તો પલટાયાને હજુ માંડ સવા વર્ષ પુરુ થયું છે ત્યાં ફરી એકવાર સરકાર બદલાવવાના એંધાણ મળી રહ્યા છે. નવાઝ શરીફની પુત્રી મરિયમ શરીફે પોતાના જ કાકા સામે મોર્ચો ખોલી દીધો છે.

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ફરી એકવાર સરકાર ઉથલી પડવાની શક્યતાઓ છે. શરીફ પરિવારમાં મોટી તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. શરીફ પરિવારની સત્તાધારી પાર્ટી PML(N)માં વિભાજન ફરી એકવાર દેશમાં રાજકીય સંકટ સર્જી શકે છે. પાકિસ્તાનનાપૂર્વ PM નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે પોતાના જ કાકા વડાપ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે.

પાકિસ્તાનમાં માઝા મુકી રહેલી મોંઘવારીને કારણે શહબાઝ શરીફની સામે પોતાની જ સરકાર બચાવવાનો એક મોટો પડકાર ઉભો થયો છે. નવાઝ શરીફની પુત્રી મરિયમે હાલની સરકારથી પોતાને અલગ કરવાની જાહેરાત કરી છે. મરિયમે કહ્યુ કે હાલની સરકાર PML(N)ની નથી. તેમણે કહ્યુ કે અમારી સરકાર તો ત્યારે બનશે જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનમાં હશે.

PML(N)માં આંતરિક ચર્ચા ચાલી રહી છે કે શહબાજ શરીફની જગ્યાએ મરિયમ નવાઝ શરીફ પોતે પાકિસ્તાનની પ્રધાનમંત્રી બનવા માંગે છે.

પાકિસ્તાન મીડિયામાં એક મોટી ચર્ચા છે કે નવાઝ શરીફના જમાઈ એટલે કે મરિયમના પતિ કેપ્ટન (આર) મોહમ્મદ. સફદર પાર્ટીમાં વાતાવરણ બનાવી રહ્યા છે. સફદર શાહબાઝ શરીફને બદલીને તેમની પત્ની મરિયમને પાકિસ્તાનના વડા પ્રધાન બનાવવાનું અભિયાન ચલાવી રહ્યો છે.

મરિયમની પાર્ટીમાં  અત્યારે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ પહેલા મરિયમ નવાઝ પોતાના જ પતિ સામે અડી ગઇ હતી. મરિયમે પોતાના પતિ રિટાયર્ડ કેપ્ટન મોહમંદ સફદર પર પાર્ટી વિરોધી નિવેદન આપવાનો આરોપ લગાવ્યો હતો.

મરિયમ નવાઝે પોતાના પતિ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પાર્ટીની  પ્રતિષ્ઠાને ખરાબ કરી રહ્યા છે. મરિયમે કહ્યું હતું કે, "પાર્ટીકા 'વોટ કો ઇઝ્ઝત દો' નેરેટીવ પહેલા ખૂબ જ મજબૂત હતું. પરંતુ જે દિવસે પાર્ટીએ પૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના કાર્યકાળને લંબાવવાની તરફેણમાં વોટિંગ કર્યું, તે જ દિવસે તેણે આ નેરેટીવના બેઇજ્જતી કરી હતી.

વર્ષ 2022માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ઉથલાવીને નવી સરકાર બની હતી, પરંતુ ત્યારથી પાકિસ્તાનની સ્થિતિ વધારે વણસી રહી છે. મરિયમે હવે પોતાના પ્રધાનમંત્રી કાકા સામે મોર્ચો ખોલ્યો છે એટલે આગામી દિવસોમાં કોઇ નવાજૂની ચોક્કસ સામે આવશે.

 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp