સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર, ગ્રેજ્યુઈટી મામલે રાજ્ય સરકારે કરી આ મોટી જાહેરાત

PC: youtube.com

હવે ગુજરાત સરકારના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓને અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની ગ્રેજ્યુઇટી મળતી હતી. અલગ-અલગ કોર્પોરેશન, નિગમ અને બોર્ડના કર્મચારીઓની ગ્રેજ્યુઇટીની રકમ મામલે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સરકારી કર્મચારીઓને 10 લાખના બદલે 20 લાખ સુધીની મર્યાદામાં ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે.

આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે કર્મચારીઓને ગ્રેજ્યુઇટી મેળવવા પાત્ર છે, તે તમામ કર્મચારીઓને જે ગ્રેજ્યુઇટી આપવામાં આવે છે. તેની મર્યાદા 10 લાખ સુધીની હતી. ભારત સરકારના માર્ગદર્શન પ્રમાણે તેમજ ધોરણો પ્રમાણે ગુજરાત સરકારે 29-3-2018ના રોજ નિર્ણય કર્યો હતો કે, ગુજરાત સરકારના કર્મચારીઓને 10 લાખના બદલે 20 લાખ સુધીની મર્યાદામાં ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે. ગુજરાત સરકારના બોર્ડ-નિગમો, કોર્પોરેશનો અને અન્ય સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અને મારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, અમારી ગ્રેજ્યુઇટીની મર્યાદામાં પણ સરકાર વધારો કરી આપે.

 

Posted by Nitin Patel on Wednesday, 14 August 2019

જેના આધારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાત સરકારના નિગમ, બોર્ડ અને કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓને પણ હવે 10 લાખ રૂપિયાની માર્યાદામાં ગ્રેજ્યુઇટી મળતી હતી તેના બદલે ગુજરાત સરકારના બધા કર્મચારીઓના ધોરણ પ્રમાણે તેમને પણ 20 લાખ રૂપિયાની ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે અને જેમ-જેમ જે બોર્ડ, નિગમ કે કોર્પોરેશનની ફાઈલ નાણા વિભાગ સમક્ષ આવતી જશે આ મંજૂરી મેળવવા માટે એ પ્રમાણે રાજ્ય સરકાર મંજૂરી આપશે. તાજેતરમાં જ અમે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે, GIDCના જેડાના નિગમોની દરખાસ્ત આવી હતી તેને મંજૂરી આપી હતી અને હવે બાકીના નિગમો પણ સરકારમાં દરખાસ્ત કરશે તો નાણા વિભાગ તેની ચકાસણી કરીને મંજૂરી આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp