કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલી વધી, કોર્ટે 6 મહિનાની સજા કરી

ગુજરાત કોંગ્રેસના એક ધારાસભ્યની મુશ્કેલીમાં વધારો થયો છે. કોર્ટે 13 વર્ષ જૂના એક કેસમાં 6 મહિનાની સજાનો ચુકાદો આપ્યો છે. આ વિશે કોંગ્રેસના ધારાસભ્યનું કહેવું છે કે રાજકીય કાવાદાવામાં મને ફસાવવામાં આવ્યો હતો.

ગુજરાતના ગિર સોમનાથ જિલ્લાના વેરાવળના વિધાનસત્રા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલી વધી છે. કોર્ટે કોંગ્રેસ ધારાસભ્યને એક કેસમાં 6 મહિનાની સજા સંભળાવી છે. વિમલ ચુડાસમા અને તેના અન્ય બે સાથીઓ સામે વર્ષ 2010માં મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમા હવે કોર્ટે કોંગ્રેસ ધારાસભ્યને 6 મહિનાની સજા સંભળાવી છે.

જાણવા મળેલી માહિતી મુજબ વર્ષ 2010માં ફરિયાદ કરનાર મીત વૈદ્ય અને હરીશ ચુડાસમાએ પોતાના પર હુમલો થયો હોવાનો આરોપ લગાવીને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે વિમલ ચુડાસમાં તેમની પર હુમલો કર્યો હતો. 13 વર્ષ પછી કોર્ટે આ કેસમાં વિમલ ચુડાષમાં દોષી જાહેર કરીને 6 મહિનાની સજાનો ચુકાદો આપ્યો છે. વિમલ ચુડાસામાની સાથે તેમના બે અન્ય સાથીઓને પણ કોર્ટે સજા કરી છે.

વિમલ ચુડાસમાનું કહેવું છે કે આ કેસમાં તેમને રાજકીય રીતે ફસાવવામાં આવ્યા હતા. હકીકતમાં આ બાબત 2010માં બની ત્યારે તેઓ ચોરવડ નગરપાલિકાના ચેરમેન હતા.  વિમલ ચુડાસમા એ કહ્યુ કે, જયારે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે તેમની પર ભાજપમાં જોડાઇ જવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તેઓ ભાજપમાં જોડાયા નહોતા..કોંગ્રેસ ધારાસભ્યનો આરોપ છે કે ભાજપમાં જોડાવાની શરત પૂરી ન કરવાને કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાં અનેક વખત ચર્ચામાં આવતા રહે છે. તેઓ એક વખત ગુજરાત વિધાનસભામાં ટી-ર્શટ પહેરીને પહોંચી ગયા હતા. તે વખતે ભારે વિવાદ ઉભો થયો હતો. તો તાજેતરની જ વાત છે કે સોમનાથમાં એક કોળી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મંચ પરથી વિમલ ચુડાસમાએ કહ્યુ હતું કે, હુ માત્ર કોંગ્રેસ પાર્ટીનો બનીને રહેવા માંગતો નથી. સમાજે મને ઘણું આપ્યું છે એટલે સમાજના દીકરા તરીકે રહેવા માગું છું. સમાજના દીકરી તરીકે જ હું રાજકારણમાં આવ્યો હતો. ચુડાસમાએ કહ્યું હતું કે, એક પાર્ટી સાથે રહેવામાં નુકશાન થાય છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.