ગુજરાત HCના જજ ગીતા ગોપીએ રાહુલ ગાંધીની અરજી પર સુનાવણીથી પોતાને કર્યા અલગ

PC: jansatta.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સુરત કોર્ટના નિર્ણય વિરુદ્ધ ગુજરાત હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તો હવે ગુજરાત હાઇ કોર્ટના ન્યાયાધીશ ગીતા ગોપીએ બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગુનાહિત પુનર્વિચારની અરજી પર સુનાવણીથી પોતાને અલગ કરી લીધા છે. રાહુલ ગાંધીનું પ્રતિનિધિત્વ કરનારા વરિષ્ઠ એડવોકેટ પંકજ ચાંપાનેરીએ બુધવારે સવારે ન્યાયાધીશ ગીતા ગોપીની કોર્ટ સમક્ષ 29 એપ્રિલના રોજ સુનાવણી માટે તેમની અરજી પર તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી.

જજ ગીતા ગોપી સુનાવણીથી પાછળ હટ્યા બાદ સેશન્સ કોર્ટના નિર્ણયને પડકાર આપનારી અપીલ પર સુનાવણી નક્કી થઈ શકી નથી. 25 એપ્રિલના રોજ ગુજરાત હાઇ કોર્ટમાં રાહુલ ગાંધીએ પોતાના વકીલના માધ્યમથી નિર્ણયને પડકાર આપ્યો હતો. જ્યારે રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ તાત્કાલિક સુનાવણી કરવાની માગ કરી. ત્યારબાદ કોર્ટે કહ્યું કે, ‘મારી સામે નહીં.’ તો ત્યારબાદ રાહુલ ગાંધી પંકજ ચાંપાનેરીએ કહ્યું કે, હવે કેસને કોઈ અન્ય કોર્ટમાં રાખવા માટે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશને એક નોટ મોકલવામાં આવશે અને ચીફ જસ્ટિસ સુનાવણી માટે સિંગલ બેચ નક્કી કરશે.

રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએએ કહ્યું કે, નીચલી કોર્ટના નિર્ણયને પડકાર આપનારી અરજી ગીતા ગોપી જ સંભાળે છે એટલે તેમની સામે કેસ રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે કોર્ટે પહેલા કેસને બુધવારે કોર્ટ સમક્ષ રાખવા માટે કહ્યું હતું, પરંતુ જ્યારે સુનાવણી માટે આવ્યા તો કોર્ટે સુનાવણી માટે પોતાને અલગ કરી લીધા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમને લઈને ટિપ્પણી કરી હતી.

ત્યારબાદ તેમની વિરુદ્ધ સુરત કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને તેના પર નિર્ણય ગયા મહિને જ આવ્યો હતો. સુરત કોર્ટના નિર્ણયમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી, ત્યારબાદ તેમની લોકસભાની સભ્યતા પણ જતી રહી અને તેમને બંગલો પણ ખાલી કરવો પડ્યો. આ આખા કેસ બાદ રાહુલ ગાંધીએ સુરત કોર્ટનો દરવાજો ખખડાવ્યો પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી, ત્યારબાદ રાહુલ ગાંધીએ હાઇ કોર્ટ જવાનો નિર્ણય લીધો છે.

કોણ છે જસ્ટિસ ગીતા ગોપી?

જસ્ટિસ ગીત ગોપી છેલ્લા 3 વર્ષથી ગુજરાત હાઇ કોર્ટમાં જજ તરીકે કાર્યરત છે. ગીતા ગોપીને જેટલી ભણવામાં રુચિ છે, એટલી જ રુચિ ભણાવવામાં પણ છે. તેમણે નવસારીના દિનશો ડબ્બૂ લૉ કોલેજથી અભ્યાસ કર્યો હતો, ત્યાં જ 13 વર્ષ સુધી તેઓ પાર્ટ ટાઇમ ભણાવવા માટે જતા હતા. વર્ષ 1966માં નવસારીમાં જન્મેલા ગીતા ગોપીએ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સુરતની સર કે.પી. કોમર્સથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ નવસારીમાં દિનશો ડબ્બૂ કોલેજથી કાયદાનો અભ્યાસ કર્યો. ગુજરાત હાઇ કોર્ટની વેબસાઇટ મુજબ,  જસ્ટિસ ગીતા ગોપીએ વર્ષ 1993માં નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટથી એડવોકેટ તરીકેની શરૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp