પાલિકા પેટા ચૂંટણીમાં કોંગ્રેસને સંજીવની, પાલિતાણાના ઉમેદવારનું ફોર્મ માન્ય

PC: divyabhaskar.co.in

ગુજરાતની લોકલ બોડીની 32 બેઠકો પર થનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસને થોડી સંજીવની મળી ઘઇ છે. હાઇકોર્ટે પાલિતાણામાંથી  કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું ફોર્મ રદ કરવા પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે.આ પછી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મમાન્ય બન્યું છે.

ગુજરાતમાં 32 બેઠકો પર પાલિકાની પેટા ચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસને સંજીવની મળી છે. રાજ્યમાં ફરી ઉભા થવાની કોશિશ કરનાર કોંગ્રેસ પાર્ટીના પાલિતાણાના ઉમેદવારને ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે. જિલ્લા તંત્રએ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરી દીધા પછી પાર્ટીએ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

ગુજરાત હાઇકોર્ટે કહ્યુ કે,  પાલિતાણા કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમા કોઇ ખામી નથી. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો મેળવનારી કોંગ્રેસ માટે આ સંજીવની સમાન વાત છે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી પહેલીવાર પોતાના નવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ ચૂંટણી લડી રહી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પછી, સ્થાનિક સંસ્થાઓ એટલે કે લોકલ બોડીની કુલ 32 બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. જેમાં બે મહાનગરપાલિકાઓમાં 3 ખાલી બેઠકો અને રાજ્યની 19 નગરપાલિકાઓમાં 29 ખાલી બેઠકોનો સમાવેશ થાય છે. આ માટે 6 ઓગસ્ટે મતદાન થશે. આ બેઠકોમાં પાલિતાણાની બેઠકનો પણ સમાવેશ થાય છે.

ભાવનગર જિલ્લામાં આવતી પાલિતાણા નગર પાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર મહાવીર સિંહ સરવૈયા ઉર્ફે ઓમદેવ સિંહનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું. એ પછી પાર્ટીએ કાયદાના વિકલ્પનો ઉપયોગ કર્યો હતો.

ગુજારાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ તેમના ગૃહ જિલ્લા ભાવનગરમાં ઉમેદવારનું ફોર્મ રદ થવા અંગે ટ્વીટ કરીને કોર્ટમાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટમાંથી રાહત મળ્યા બાદ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને નિર્ણયની જાણકારી આપી હતી.

સ્થાનિક તંત્રએ પાલિતાણા નગર પાલિકા પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરનાર કોંગ્રેસના ઉમેદવાર મહાવીર સિંહ સરવૈયાનું ફોર્મ પૂર્વ સજાનો આધાર બતાવીને રદ કરી દીધું હતું. તે વખતે કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, ભાજપે દબાણ કરાવીને ફોર્મ રદ કરાવ્યું છે.

ભાવનગર શક્તિસિંહ ગોહિલનો હોમ જિલ્લો છે એટલે તેમણે આ મામલો ખાસ ધ્યાન પર લીધો હતો. એ પછી ગુજરાત કોંગ્રેસ સમતિની લીગલ સેલના પ્રમુખ બાબુભાઇ માંગુકીયા સક્રીય થયા હતા. આખરે હાઇકોર્ટે પાલિતાના કોંગ્રેસના ઉમેદવારને માન્ય ગણવાનો આદેશ કર્યો. 6 ઓગ્સટના મતદાન પહેલાં આ વાત કોંગ્રેસ માટે સંજીવની સમાન છે અને કોંગ્રેસ આ પેટા ચૂંટણીમા તેને મુદ્દો બનાવી શકે છે.  પાલિકાની 32 સીટો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમદેવારો મેદાનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp