મંત્રી પદની લાલચ આપીને ગુજરાતના ઠગે BJPના 3 ધારાસભ્યોને ચૂનો લગાડ્યો, 28 MLA...

PC: india.postsen.com

ગુજરાતાં કેવા કેવા ગઠીયાઓ પડ્યા છે? તાજેતરમાં PM ઓફીસના અધિકારી બનીને જમ્મુ-કશ્મીરમાં વટથી ફરી આવનાર કિરણ પટેલનો કિસ્સો સામે આવ્યા પછી એવા એક ગઠીયાનો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે કહેશો તો કે આ તો કિરણ પટેલને પણ ટપી જાય એવો છે. ગુજરાતના એક ગઠીયાએ શિંદે સરકારના ભાજપના 3 ધારાસભ્યોને જે પી નડ્ડાનો સેક્રેટરી બતાવીને મંત્રી પદની લાલચ આપીને લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. આ ગઠીયો નાગપુર પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.

મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં મંત્રીપદના બહાને ભાજપના ત્રણ ધારાસભ્યોને છેતરવા બદલ નાગપુર પોલીસે ગુજરાતના રહેવાસી ઠગની ધરપકડ કરી હતી. વરિષ્ઠ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે આરોપી ઘણા રાજ્યોના 28 ધારાસભ્યોના સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે ગયા વર્ષે દિલ્હી પોલીસે આવા જ એક કેસમાં તેની ધરપકડ કરી હતી.

ગુજરાતના અમદાવાદ જિલ્લાના મોરબીના રહેવાસી આરોપી નીરજ સિંહ રાઠોડને નાગપુર લાવવામાં આવે તે પહેલા મંગળવારે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં નીરજ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઝારખંડ અને દિલ્હીના 28 ધારાસભ્યોના સંપર્કમાં હતો. તેણે પૈસાના બદલામાં તેમને મંત્રી પદની ઓફર કરી અને તેમાંથી ત્રણને છેતરવામાં સફળ રહ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે નીરજ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો પર્સનલ આસિસટન્ટ બનીને ધારાસભ્યોને ફોન કરતો હતો. વાતચીત દરમિયાન તે ધારાસભ્યોને એવો ઝાંસો આપતો કે નેતા જે પી નડ્ડા પણ તમારી સાથે વાત કરશે. પછી  બીજા અવાજમાં પોતે જ જે પી નડ્ડા બનીને વાત કરતો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે નીરજે દિલ્હી ભાજપના ધારાસભ્યને કેન્દ્રની મુખ્ય આવાસ યોજના પ્રધાન મંત્રી આવાસ યોજના સાથે જોડાયેલી ભૂમિકાની ઓફર કરીને છેતરપિંડી કરી હતી. તેણે કહ્યું કે ધારાસભ્યની ફરિયાદ પર તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ વર્ષે જાન્યુઆરીમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

નીરજ રાઠોડ સામે IPCની કલમ 419 (વ્યક્તિ દ્વારા છેતરપિંડી)420 (છેતરપિંડી અને અપ્રમાણિકપણે સંપત્તિની ડિલિવરી માટે ઉશ્કેરણી) અને 511 (આજીવન કેદ અથવા અન્ય કેદની સજાને પાત્ર ગુનો કરવાનો પ્રયાસ) નો ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રારંભિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે નીરજ રાઠોડના ઘર પાસેની એક મોબાઇલ શોપનો માલિક ઓનલાઇન પેમેન્ટ રિસીવ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp