CM ખટ્ટરનો પિત્તો ગયો, બોલ્યા-તે AAPનો કાર્યકર્તા છે તેને ઉઠાડીને મારો અને...

PC: timesnownews.com

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રવિવારે એ સમયે વિવાદોમાં ઘેરાઈ ગયા, જ્યારે તેમના 2 વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. મુખ્યમંત્રી સિરસા આયોજિત પોતાના 'જનસંવાદ કાર્યક્રમ'માં નશામુક્તિને લઈને સૂચન માગી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ તેમને સવાલ કરવાની શરૂઆત કરી દીધી, જેના પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પોતાનો પિત્તો ગોમાવી બેઠા અને તેને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કહ્યો અને સુરક્ષાકર્મીઓને તેને મારવા તેમજ બહાર કાઢવાનો આદેશ આપી દીધો.

વીડિયોમાં મુખ્યમંત્રી કહે છે કે, 'નશાને ઓછો કરવા માટે આપણે ઘણા કામ કર્યા છે, તો તેમાં કોઈ સૂચન, એક કે બે સૂચનની નશા મુક્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ, કોઈ આપી શકે છે? બતાવો. આ દરમિયાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને એક વ્યક્તિ સવાલ કરે છે, ત્યારબાદ તે પોતાનો પિત્તો ગુમાવી દે છે અને કહે છે કે, રાજનીતિ ન કરતા મિત્રો.. આ રાજનીતિ કરનારો છે અને આમ આદમી પાર્ટી (AAP)નો કાર્યકર્તા છે. તેને ઉઠાડીને મારો અને બહાર ફેકો.. ઉઠાવી લઈ જાઓ તેને બહાર..' વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, ત્યારબાદ સુરક્ષાકર્મી એ વ્યક્તિને ઉઠાવી લઈ જાય છે.

બીજી ઘટના પણ સિરસાની જ છે જ્યાં ફરિયાદ લઈને પહોંચેલી એક મહિલાને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કહી રહ્યા છે કે, 'થોભી જા.. થોભી જા.. ક્યાંકથી તને ક્યાંકથી મોકલી છે, બેસી જા. ક્યાંકથી શીખવીને મોકલી છે તને. બંને જ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને વિપક્ષ બંને વીડિયોને લઈને સરકારને ઘેરી રહ્યું છે.  બંને ઘટનાઓ સિરસાના જનસંવાદ કાર્યક્રમમાં થઈ. જનસંવાદ દરમિયાન લોકો મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે પોતાની ફરિયાદ શેર કરે છે અને તેઓ અધિકારીઓને ઘટનાસ્થળ પર જ તેમની સમસ્યાનું સમાધાન કરવાના નિર્દેશ આપે છે.

હવે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનો પિત્તો ગયો હોય એવા 2 વીડિયો આવ્યા બાદ સરકાર પર જ સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ બંને જ ઘટનાઓને લઈને મુખ્યમંત્રી મનોહર લાલા ખટ્ટરની નિંદા કરી છે. આ અગાઉ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સિરસાના ડબવાલી પહોંચીને 104 કરોડ રૂપિયાની 9 પરિયોજનાઓનું ઉદ્દઘાટન કર્યું હતું, મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, આગામી વર્ષે રાજ્યના મોટા ગામોમાં 1000 ઇ-લાઇબ્રેરી ખોલવામાં આવશે. 5-6 હજારની વસ્તીવાળા ગામોમાં પણ ઇ-લાઇબ્રેરી બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ મંડી ડબવાલીને નવો પોલીસ જિલ્લો બનાવવાની પણ જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp