પહેલા રાહુલનું સમર્થન કર્યું પણ રાહુલે એવું કહ્યું કે ગરમ થઈ ગયા રાઉત-ઠાકરે

PC: opindia.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સાવરકરવાળા નિવેદન પર ઉદ્ધવ ઠાકરે બાદ સંજય રાઉતે પણ વિરોધ વ્યક્ત કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે, વીર સાવરકર આપણા અને દેશ માટે શ્રદ્ધાનો વિષય છે. અંડામાનમાં 14 વર્ષ સુધી કાળા પાણીની સજા સરળ નથી. આવી ટિપ્પણી પર મહારાષ્ટ્રની જનતા જવાબી આપી શકે છે. અમે તમારી સાથે છીએ પરંતુ, વીર સાવરકર અમારા પ્રેરણાસ્ત્રોત છે. વીર સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણીને સંજય રાઉતે ખોટું નિવેદન ગણાવ્યું છે.

સંજય રાઉતે કહ્યું કે, તેઓ ગાંધી છે પરંતુ, સાવરકરનું નામ લાવવાની જરૂર નથી. સાવરકર અમારી પ્રેરણા છે. અમારી લડાઈની પાછળ છત્રપતિ શિવાજી મહારાજ અને વીર સાવરકર છે. આ ઉપરાંત, જ્યારે સંજય રાઉતને સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ આ મુદ્દે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે સામસામે વાત કરશે તો તેમણે કહ્યું કે, હું નિશ્ચિતરૂપે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પાસે માફી માંગવા માટે કહ્યું હતું તો તેના પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારું નામ સાવરકર નથી ગાંધી છે અને ગાંધી ક્યારેય માફી નથી માંગતા.

સંજય રાઉત પહેલા ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, PM મોદી વિરુદ્ધ લડાઈમાં અમે તમારી સાથે છીએ પરંતુ, વીર સાવરકર વિરુદ્ધ એક પણ શબ્દ સાંખી લેવામાં નહીં આવશે. ઉદ્ધવ ઠાકરેએ ખુલ્લો પડકાર આપતા કહ્યું કે, તેમની પાર્ટી એમવીએ મહાવિકાસ અઘાડીમાં છે. કારણ કે, તેઓ લોકતંત્રની રક્ષા માટે એકજૂથ થઈને BJP વિરુદ્ધ લડી રહ્યા છે. જો તમે એકસાથે લડવા માંગતા હો તો એ સ્પષ્ટ છે કે, અમારા ભગવાનનું અપમાન સાંખી લેવામાં આવશે નહીં.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, વીર સાવરકર વિરુદ્ધ એક પણ લાઈન સાંખી લેવામાં નહીં આવશે અને જો આ સાર્વજનિક મંચ પર એક ખુલ્લી ચેતવણી છે. ગુજરાતમાં સુરતની એક કોર્ટ દ્વારા 2019ના માનહાનિ મામલામાં દોષી જાહેર થવાના એક દિવસ બાદ શુક્રવારે ગાંધીને લોકસભાના સભ્ય પદ પરથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા.

દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે, મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે અને ગાંધી કોઈની પણ માફી નથી માંગતા. ઠાકરેએ કહ્યું કે, તેમણે ગાંધીની ભારત જોડો યાત્રાનું સમર્થન કર્યું. તેમણે કહ્યું, રાહુલ ગાંધીએ કાલે પોતાની પ્રેસવાર્તામાં સારી વાત કહી. તેમણે યોગ્ય સવાલ ઉઠાવ્યો કે, 20000 કરોડ રૂપિયા કોના છે? પરંતુ, સરકાર જવાબ આપવા નથી માંગતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp