હવે ગુજરાત કોંગ્રેસ ભાજપને ટક્કર આપશે, હાઇકમાન્ડે લીધો આ મોટો નિર્ણય,કમલની જેમ..

27 વર્ષથી ગુજરાતમાં ચૂંટણી હારી રહેલી કોંગ્રેસને હવે ભાન થયું છે કે ચૂંટણી જીતવા માટે ભાજપના કમલમ જેવા મોટા કાર્યલયો કોંગ્રેસના પણ હોવા જોઇએ. કોંગ્રેસ હાઇકમાન્ડે હવે મોટો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની એ દરખાસ્તને મંજૂર કરી દીધી છે, જેમાં પાર્ટીએ જિલ્લા મુખ્યાલયો પર રાજીવ ગાંધી ભવન બનાવવાની માંગ કરી હતી. દિલ્હીમાં કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
ગુજરાતમાં 27 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સામે મજબૂતીથી લડશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ નવી દિલ્હી હાઈકમાન્ડની બેઠકમાં પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. ભાજપને ટક્કર આપવા માટે પાર્ટી સંસાધનોના મોરચે પોતાને મજબૂત કરશે. કોંગ્રેસ પાર્ટી રાજ્યના દરેક જિલ્લામાં પાર્ટી કાર્યાલયો સ્થાપશે, જેથી સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ સારી રીતે આયોજિત કરી શકાય.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસ અમદાવાદના પાલડીમાં છે. પાર્ટીનું પ્રદેશ કાર્યાલય પોતાનું છે, પરંતુ બાકીના જિલ્લા અને શહેરોમાં પાર્ટીની ઓફીસો સારી સ્થિતિમાં નથી. એવામાં પાર્ટીએ ભાજપને ટક્કર આપવા માટે ભાજપના કમલમની જેમ દરેક જિલ્લામાં રાજીવ ભવન બનાવશે. ભાજપના બધા જિલ્લામાં કાર્યાલયો છે અને તે પણ સારી સુવિધાઓ સાથેના અને હજુ અનેક જિલ્લામાં કમલમ બનાવવાનું ચાલું જ છે.
દિલ્હીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠક પછી ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જૂન મોઢવડિયાએ માહીતી આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં 33 જિલ્લા અને શહેરમાં રાજીવ ભવનનું નિર્માણ કરવામાં આવશે અને તહસીલ સ્તર પણ રાજીવ ભવન બનાવવામાં આવશે. અત્યારે પાર્ટી પાસે મોટા અને સારા કહી શકાય તેવા કાર્યાલયો નથી, જેને કારણે સંગઠન સાથે જોડાયેલી ગતિવિધીઓ થઇ શકતી નથી. જેને કારણે પાર્ટી સ્તર પર મોટું નુકશાન થતું હતું. ઘણી વખત કાર્યક્રમો માટે પણ મંજૂરી નહોતી મળતી. હવે પાર્ના પોતાના કાર્યલયો બનવા પછી સંગઠનની ગતિવિધીઓને વેગ મળશે.
ગુજરાતના નેતાઓ સાથે મળેલી આ મહત્ત્વની બેઠક કોંગ્રેસના મહાસચિવ અને ICCના ટ્રેઝરર પવન બંસલની અધ્યક્ષતામાં મળી હતી. દિલ્હીમાં મળેલી આ બેઠકમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અજૂર્ન મોઢવડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, પરેશ ધાનાણી, જિગ્નેશ મેવાણી અને શૈલેન્દ્ર પરમાર હાજર રહ્યા હતા.
દિલ્હી પહોંચેલા ગુજરાતના નેતાઓનો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગેને મળવાનો પણ કાર્યક્રમ છે. તેમની સાથેની બેઠકમાં લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp