હિંદુ મહાસભાના સભ્યોએ મુસ્લિમ યુવકોને ફસાવવા ગાય કાપેલી: UP પોલિસ

PC: twitter.com

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં રામનવમી પર ગૌહત્યાની ઘટના બની અને ગૌમાંસ પકડાયું હતું. આ સંબંધમાં અખિલ ભારત હિંદુ મહાસભાના સભ્યોએ કેટલાંક મુસ્લિમ યુવકો વિરુદ્ધ FIR નોંધાવી હતી. પરંતુ જ્યારે પોલીસે તપાસ કરી અને કોલ રેકોર્ડસ ચેક કર્યા ત્યારે ખબર પડી કે આરોપીઓ તો એક મહિનાથી ઘટના સ્થળે ગયા જ નહોતા.આગ્રા જિલ્લાંમાં રામનવમીના દિવસે ગૌહત્યા કરીને માહોલ બગાડવાની કોશિશનો પોલિસે પર્દાફાશ કર્યો છે. પોલીસે કહ્યુ કે આ ષડયંત્ર અખિલ ભારત હિંદુ મહાસભાના પદાધિકારીઓએ રચ્યું હતું.

અમર ઉજાલામાં છપાયેલા અહેવાલ મુજબ પોલીસે મુખ્ય આરોપી તરીકે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય જાટનું નામ લીધું છે. તેમના કહેવા પ્રમાણે, આ ષડયંત્ર કેટલાક મુસ્લિમ યુવકોને ફસાવવા માટે ઘડવામાં આવ્યું હતું, જેમની સાથે તેમની જૂની દુશ્મની હતી.આ મામલે હિન્દુ મહાસભાના ચાર પદાધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

 ઉત્તર પ્રદેશમાં એક કડક ગૌહત્યા વિરોધી કાનૂન છે, જેમાં આ ગુના માટે વધારેમાં વધારે 10 વર્ષની સશ્રમ જેલ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ હોય છે.

રિપોર્ટ મુજબ રામનવમીના દિવસે ગૌહત્યાની ઘટના બની હતી અને ગૌમાંસ પકડાયું હતું. અખિલ ભારત હિંદુ મહાસભાના પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મહાસભાના પદાધિકારી જિતેન્દ્ર કુશવાહાએ આ વિશે પોલીસમાં FIR કરી હતી.

ધ ટેલીગ્રાફના એક રિપોર્ટ મુજબ, આગ્રાના છાતા વિસ્તારના અધિક પોલીસ કમિશ્નર આર. કે. સિંહે કહ્યુ હતું કે આ ઘટનામાં મુખ્ય ભેજુ અખિલ ભારત હિંદુ મહાસભાના નેતા સંજય જાટનું હતું. તેના સહયોગી અને મિત્રોએ 29 માર્ચની રાતે મેહતાબ બાગ વિસ્તારમાં ગાયની હત્યા કરી હતી અને પાર્ટીના સભ્ય જીતેન્દ્ર કુશવાહને મોહમંદ રિઝવાન, મોહમંદ નકીમ અને મોહમંદ શાનૂ સામે ફરિયાદ કરવા કહ્યું હતું.

પોલીસે ચોથા શકમંદ ઇમરાન કુરેશની ધરપકડ કરી હતી અને તેના બીજા દિવસે મોહમંદ શાનૂને પકડીને પોલીસે પુછપરછ કરી હતી. તપાસમાં પોલીસને ખબર પડી કે જેમની સામે ફરિયાદ કરવામાં આવી છે તેમને ગૌહત્યા સાથે કોઇ  લેવાદેવા નથી. પોલીસને જાણવા મળ્યુ કે સંજય જાટની આમાંથી કેટલાંક લોકો સાથે જુની દુશ્મની હતી એટલે તે આ લોકોને ફસાવવા માંગતો હતો.

પોલીસ અધિકારીએ કહ્યુ કે, સંજય જાટે ષડયંત્ર રચવા માટે લઘુમતી સમાજના કેટલાંક લોકોની મદદ પણ લીધી હતી. તપાસમાં એ પણ ખબર પડી કે જેમની સામે આરોપ મુકવામાં આવ્યો છે તે યુવાનો આ વિસ્તારમાં છેલ્લાં એક મહિનાથી ગયા જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp