હિન્દુત્વ સંવિધાન વિરુદ્ધ, હિંસા અને હત્યાને સપોર્ટ કરે છે મનુવાદ: પૂર્વ CM

કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ ફરી એક વખત હિન્દુત્વ પર નિવેદન આપીને પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે. તેમણે હિન્દુત્વને હિંસા અને હત્યા કરનારી હત્યા કરનારી વિચારધારા કરાર આપી દીધો છે. કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું કે, માત્ર આ જ એક એવો ધર્મ છે જે હિંસા અને હત્યાને યોગ્ય ઠેરવે છે. તેમણે હિન્દુત્વને સંવિધાન વિરુદ્ધ ગણાવ્યું છે. તેમના નિવેદનના કારણે કોંગ્રેસ પાર્ટી માઠી રીતે ટ્રોલ થઇ રહી છે. કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કુલબુર્ગીમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, ‘હિન્દુત્વ સંવિધાન વિરુદ્ધ છે. હિન્દુત્વ અને હિન્દુ ધર્મ અલગ અલગ છે.’
તેમણે કહ્યું કે, ‘હું હિન્દુ ધર્મ વિરુદ્ધ નથી. હું એક હિન્દુ છું, પરંતુ મનુવાદ અને હિન્દુત્વનો વિરોધ કરું છું. કોઇ પણ ધર્મ હત્યા અને હિંસાનું સમર્થન કરતો નથી, પરંતુ હિન્દુત્વ અને મનુવાદ હત્યા, હિંસા અને ભેદભાવનું સમર્થન કરે છે.’ તેમણે કહ્યું કે, કદાચ આપણામાંથી મોટા ભાગના લોકો હિન્દુત્વ વિરુદ્ધ છે. આપણે હિન્દુ ધર્મ વિરુદ્ધ નથી. આગળ તેમણે લોકોને પૂછ્યું કે, શું કોઇ ધર્મમાં હત્યા અને હિંસાની સંભાવના છે? પરંતુ હિન્દુત્વ અને મનુવાદમાં હત્યા, હિંસા અને વિભાજનની સંભાવના છે.
Hindutva is against Constitution.Hindutva & Hindu dharma are different.I'm not against Hindu religion. I'm a Hindu but oppose Manuvad&Hindutva. No religion supports murder&violence but Hindutva & Manuvad support murder, violence&discrimination: Siddaramaiah, in Kalaburagi (05.02) pic.twitter.com/KsqSotPCAf
— ANI (@ANI) February 6, 2023
કેમ વધારી રહ્યા છે પાર્ટીની મુશ્કેલીઓ?
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષ નેતા સિદ્ધારમૈયાએ પોતે જાહેરાત કરી દીધી છે કે આ તેમની છેલ્લી ચૂંટણી થવાની છે. તેમના માટે આ ચૂંટણી ખૂબ જ મહત્ત્વની છે. તેઓ ચૂંટણી જીતવા માટે દરેક તબક્કાને સંતુષ્ટ કરનારા નિવેદન આપી રહ્યા છે. તેમની નિવેદનબાજી પાર્ટીની મુશ્કેલીઓ વધારી રહી છે. કર્ણાટક વિધાનસભાની બધી 224 સીટો પર મે 2023માં ચૂંટણી થઇ શકે છે. કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2023ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણી મે 2018માં થઇ હતી. ચૂંટણી બાદ જનતા દળ (JDS) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગઠબંધને સરકાર બનાવી. ત્યારે એચ.ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. જો કે આ સરકાર થોડા જ મહિના બાદ પડી ગઇ.
આ પહેલી વખત નથી જ્યારે સિદ્ધારમૈયાએ હિન્દુત્વ વિરુદ્ધ એવ ટિપ્પણી કરી છે. આ અગાઉ 8 જાન્યુઆરીના રોજ તેમણે ભાર આપીને કહ્યું હતું કે, તેઓ હિન્દુ છે, પરંતુ હિન્દુત્વ વિરોધી છે. આ કાર્યક્રમમાં તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે ક્યારેય અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કર્યો નથી, પરંતુ રાજનૈતિક લાભ માટે તેનો ઉપયોગ કરવા વિરુદ્ધ હતા. હું એક હિન્દુ છું. હું હિન્દુ વિરોધી કઇ રીતે હોય શકું છું. હું હિન્દુત્વ અને હિન્દુ આસ્થાની આસપાસની રાજનીતિનો વિરોધ કરું છું. ભારતીય સંવિધાન મુજબ બધા ધર્મ સમાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp