પાકિસ્તાનની બધી યુનિવર્સિટીમાં હોળીના તહેવાર પર પ્રતિબંધ

PC: aajtak.in

પાકિસ્તાનની એક યુનિવર્સિટીમાં મોટા પાયે હોળી મનાવવામાં આવી રહી હોવાનો વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો. કટ્ટરવાદીઓએ આ ઉજવણીમાં સામેલ વિદ્યાર્થીઓને ઠપકો આપ્યો છે અને તેમને ભારત મોકલવાનું કહ્યું છે. આ પછી પાકિસ્તાનની તમામ યુનિવર્સિટીઓમાં હોળીના તહેવાર મનાવવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર જગજાહેર છે. પાકિસ્તાનમાં હિંદુઓ પણ ખુલીને પોતાના તહેવારની ઉજવણી કરવાની પણ આઝાદી નથી. તેનું તાજું ઉદાહરણ Higher Education Commission(HEC)નો નિર્ણય છે. પાકિસ્તાનના હાયર એજ્યુકેશન કમિશને પાકિસ્તાનની બધા યુનિવર્સિટીઓમાં હોળીના તહેવાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

હકિકતમાં, ઇસ્લામાબાદની કાયદ-એ- આઝમ યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ હોળી મનાવી રહ્યા હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોએ પાકિસ્તાનની ઉંઘ હરામ કરી નાંખી હતી. આખા પાકિસ્તાનમાં હંગામો મચી ગયો હતો. સામાન્ય રીતે રંગોનો આ ખુબસુરત તહેવાર માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે માર્ચ મહિનામાં યુનિવર્સિટી બંધ હોવાને કારણે જૂન મહિનામાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી.બધા ધર્મના વિદ્યાર્થીઓ એક સાથે મળીને હોળીની ઉજવણી કરતા નજરે પડ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ઇસ્લામાબાદની સ્ટેટ ફંડીંગ યુનિવર્સિટીનો હતો. યુનિવર્સીટ પર જાણે હોળીનો રંગ ચઢ્યો હોય તેવું લાગતું હતું. 12 જૂને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે રંગોનો ઉત્સવ હોળી મનાવ્યો હતો. આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં વિદ્યાર્થીઓને દીલ ખોલીને મસ્તી કરતા નજરે પડ્યા હતા. હોળીની ઉજવણી ધામધૂમથી થઇ હતી.

હોળીની ઉજવણીના આ વીડિયો Quaid-i-Azam યુનિવર્સિટીના ટ્વીટર એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા હતા. લોકોએ ખાસ્સો પસંદ પણ કર્યો હતો. તો બીજી તરફ પાકિસ્તાનના કટ્ટરપંથીઓને હોળીની  ઉજવણી પસંદ ન આવી. પાકિસ્તાનમાં કોઇ પણ પાર્ટીની સરકાર હોય કટ્ટરપંથીની સામે ઝુકવુ જ પડે છે, ભલે પછી સરકાર હોય કે યુનિવર્સિટી.

Higher Education Commissionની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, કોલેજ કેમ્પસમાં ઇસ્લામિક મૂલ્યોને ખતમ કરનારી અનેક ગતિવિધીઓ આયોજિત કરવામાં આવી રહી છે. આ એક દુખની વાત છે. આ પ્રકારની ગતિવિધીઓ દેશના સામાજિક- સાંસ્કૃતિક મૂલ્યોથી સાવ અલગ છે અને દેશની ઇસ્લામી ઓળખને નુકશાન પહોંચાડે છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે એ હકીકતને નકારી શકાય નહીં કે સાંસ્કૃતિક, જાતીય અને ધાર્મિક વિવિધતા એક સર્વસમાવેશક અને સહિષ્ણુ સમાજ તરફ દોરી જાય છે જ્યાં તમામ ધર્મો અને સંપ્રદાયોને ઊંડો આદર આપવામાં આવે છે, જો કે મર્યાદાની બહાર જતા તેને રોકવું પડશે.  સ્પષ્ટપણે કાયદ-એ-આઝમ યુનિવર્સિટીમાં હોળીની ઉજવણીના સંદર્ભમાં, કમિશને કહ્યું, યુનિવર્સિટીના પ્લેટફોર્મ પરથી વ્યાપકપણે પ્રચારિત આ ઘટનાએ ચિંતા પેદા કરી છે અને દેશની છબીને નુકસાન પહોંચાડ્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp