પોલીસ વિભાગના અધિકારીઓ સામે ગૃહ મંત્રી હર્ષ સંઘવી કેમ નારાજ થયા?
ગુજરાત સરકારમાં સૌથી યુવાન વયે બીજી વખત ગૃહ ખાતું સંભાળનાર હર્ષ સંઘવી પોલીસ વિભાગના અધિકારીઓની એક હરકતથી નારાજ થયા છે અને તેમણે આ હરકતો પર રોક લગાવવા માટે વિગત મંગાવી હોવાનું જાણવા મળ્યું છે. હર્ષ સંઘવીએ પોલીસના હિતમાં પણ નિર્ણયો લીધા છે અને જરૂર પડ્યે અધિકારીઓ સામે લાલ આંખ પણ બતાવી રહ્યા છે.
જાણવા મળેલી વિગત મુજબ પોલીસ વિભાગના કેટલાંક અધિકારીઓ વારંવાર કાર બદલતા હોવાની વાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના કાને આવી હતી. આ વાતથી નારાજ થયેલા ગૃહ મંત્રીએ આવા અધિકારીઓની વિગત મંગાવી છે. કેટલાંક અધિકારીઓ સરકારી ગાડી થોડા કિલોમીટર જ ચાલી હોવા છતા પોતાના શોખ માટે ગાડી બદલી નાંખે છે અને નવી ગાડી લઇ લે છે. વારંવાર નવી ગાડીઓ બદલવાને કારણે સરકારી તિજોરી પર ભારણ વધી રહ્યું છે એ વાતની ખબર પડતા હર્ષ સંઘવી નારાજ થયા છે. કેટલાંક અધિકારીઓએ બે કે ત્રણ વર્ષમાં જ સરકારી ગાડી બદલી નાંખી હોવાનું ધ્યાન પર આવ્યું છે.
સુત્રોના કહેવા મુજબ વિગતો આવી ગયા પછી વારંવાર ગાડી બદલતા અધિકારીઓ પર રોક લાગી શકે છે અને તેમને જૂની ગાડી જ પાછી આપવામાં આવી શકે છે. હવે રિપોર્ટ આવ્યા પછી હર્ષ સંઘવી શું પગલાં લેશે તે ખબર પડશે. પોલીસ વિભાગમાં કામ કરતા અધિકારીઓને સરકારી ગાડીઓ વાપરવા માટે આપવામાં આવે છે.
તાજેતરમાં મોદી સરકારે પણ સરકારી અધિકારીઓ પર મનસ્વી રીતે વાહન ચલાવવા પર અંકુશ મુકવાની વાત કરી હતી. મોદી સરકાર હવે આવા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા જઇ રહી છે. સરકારી અધિકારીઓએ સરકારી વાહનને લગતી દરેક બાબતનો હિસાબ આપવો પડશે. જો વ્યકિગત કામ માટે વાહનનો ઉપયોગ થયો હશે તો અધિકારીએ ગજવાના રૂપિયા ચુકવવા પડશે. સરકારી અધિકારીઓ મન ફાવે તેમ વાહનોનો ઉપયોગ કરી શકશે નહી.
નવા નિયમ હેઠળ, વધારાના ઉપયોગ માટે 24 રૂપિયા પ્રતિ કિલોમીટરના દરે ચૂકવણી કરવી પડશે. આ સિવાય નાણા મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલને બદલે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા પર જોર આપવાનું પણ કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ હવે હર્ષ સંઘવી સરકારી તિજોરી પર ભારણ વધારતા અધિકારીઓ પર અંકુશ લગાવશે એવું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp