‘મારું ઘર સળગાવી દીધું’ મણિપુર હિંસાને લઈને છલકાયું ભારતના ફૂટબોલરનું દર્દ

ભારતનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર લગભગ 3 મહિનાથી જાતીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. ત્યાંના બે સમુદાય કુકી અને મેતેઈ વચ્ચે મોટા પ્રમાણ પર હિંસક ઘર્ષણ થઈ. 3 મેના રોજ શરૂ થયેલી હિંસાએ મણિપુરના લોકોની જિંદગી પૂરી રીતે તબાહ કરી નાખી છે. હિંસામાં 150 કરતા વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, તો હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે. હિંસામાં મોટા સ્તર પર હોબાળો, તોડફોડ અને હિંસા થઈ. જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
આ હિંસાના કારણે હજારો લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. ભારતીય ફૂટબોલર ચિંગલેનસાના સિંહ પણ આ હિંસાથી માઠી રીતે પ્રભાવિત થયો. આ હિંસાએ તેનું ઘર નષ્ટ કરી દીધું અને તેના ગામને તબાહ કરી દીધું. તેનો પરિવાર કોઈક પ્રકારે જીવ બચાવી શક્યો. જ્યાં આ દુઃખદ ઘટના થઈ ત્યારે ચિંગલેનસાના હૈદરાબાદ FC ટીમ સાથે કેરળના કોઝીકોડમાં હતો. ચિંગલેનસાના સિંહ ચુરાચાંદપુર જિલ્લાના ખૂમુજામા લેકેઇનો રહેવાસી છે. હવે ચિંગલેનસાન સિંહે મણિપુરની હિંસાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
ચિંગલેનસાનાએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે, મેં સમાચાર સાંભળ્યા કે અમારું ઘર સળગાવી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ ચુરાચંદપુરમાં મેં જે ફૂટબોલ ટર્ફ બનાવી હતી, તેને સળગાવી દેવામાં આવી. એ દિલ તોડનારું હતું. મેં યુવા ખેલાડીઓને મંચ ઉપલબ્ધ કરાવવાનું મોટું સપનું જોયું હતું, પરંતુ તે તોડી દેનામાં આવ્યું. ભાગ્યથી મારો પરિવાર હિંસાથી બચી ગયો અને તેને રાહત કેન્દ્રમાં રાખવામાં આવ્યો. હિંસાના સમાચાર સામે આવ્યા બાદ ચિંગલેનસાના સિંહ ખૂબ ચિંતિત હતો.
ચિંગલેનસાના સિંહે પોતાની ફેમિલીને તરત ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. ચિંગલેનસાના સિંહને જલદી જ ખબર પડી ગઈ કે રાજ્યમાં 3 મેના રોજ શરૂ થયેલી હિંસામાં તે પોતાનું ઘર ગુમાવી ચૂક્યો છે. થોડા સમય સુધી પ્રયાસ કર્યા બાદ ચિંગલેનસાના સિંહ અંતે પોતાની માતા સાથે સંપર્ક કરવામાં સફળ રહ્યો. તેની માતા રડી રહી હતી અને પાછળથી ગોળીઓનો અવાજ પણ આવી રહ્યો હતો. એવામાં તેમણે તરત પરિવાર મળવા માટે મણિપુર જવાનો નિર્ણય લીધો.
27 વર્ષીય ચિંગલેનસાના સિંહે ભારતીય ફૂટબોલ ટીમ માટે 11 મેચ રમી છે. તે એક ડિફેન્ડર છે અને તે સેન્ટર બેંક પોઝિશન પર રમે છે. ચિંગલેનસાના સિંહે 25 માર્ચ 2021માં માલદીવ વિરુદ્ધ મેચમાં પોતાની ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તે હવે પોતાની પરિવાર સાથે રહેતા ખૂબ રાહત અનુભવ કરી રહ્યો છે. તે ખૂબ પરેશાન કરનારા અનુભવથી ઉભરીને નવી રીતે શરૂઆત કરવા માગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp