અદાણી પર SEBIએ એફિડેવીટ દાખલ કરી તો બબાલ, એક જ અધિકારીની અલગ-અલગ ઉંમર

PC: telegraphindia.com

Securities and Exchange Board of India (SEBI)એ જ્યારથી અદાણી- હિંડનબર્ગ કેસમાં એફિડેવિટ દાખલ કરી છે ત્યારથી કોઇકને કોઇક સવાલ ઉભા થઇ રહ્યા છે. પહેલા SEBIના એ જવાબ પર સવાલ ઉઠ્યો કે તેણે 2016થી અદાણી ગ્રુપની કોઇ પણ કંપનીમાં તપાસ કરી નથી. વર્ષ 2021માં કેન્દ્રીય નાણા મંત્રાલય તરફથી લોકસભામાં રજૂ કરવામાં આવેલા જવાબથી SEBIનો જવાબ સાવ ઉલટો હતો. એ પછી SEBIએ પોતાની બીજી એફિડેવિટામાં કહ્યું કે તેણે 2020થી અદાણીની કંપનીઓ સામે તપાસ શરૂ કરી છે. ઉપરાંત SEBIની એફિડેવિટમાં એક જ અધિકારીની ઉંમર અલગ અલગ હતી.

SEBIએ 15 મેના રોજ જણાવ્યું હતું કે, 2016થી અદાણી ગ્રુપની કોઈ પણ કંપનીની તપાસ કરવામાં આવી નથી. આવા બધા દાવા ખોટા છે. આના પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કારણ કે 19 જુલાઈ, 2021 ના રોજ, નાણા મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે SEBI અદાણી ગ્રુપની ઘણી કંપનીઓની તપાસ કરી રહી છે.

SEBIની એફિડેવિટની જાણકારી સામે આવ્યા પછી કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, SEBI સુપ્રીમ કોર્ટમાં કહી રહી છે કે તેણે વર્ષ 2016થી અદાણી ગ્રુપની કોઇ પણ કંપનીમાં તપાસ કરી નથી. જ્યારે કેન્દ્ર સરકારે લોકસભામાં કહ્યું હતું કે SEBI અદાણીની કેટલીક કંપનીઓમાં તપાસ કરી રહી છે.જયરામ રમેશે સવાલ ઉઠાવતા કહ્યું કે,કયું ખરાબ છે, સંસદને ગેરમાર્ગે દોરવું કે જ્યારે લાખો રોકાણકારોને છેતરવામાં આવ્યા ત્યારે સૂઈ રહ્યા હતા? શું ઉપરથી કોઈ તમને રોકી રહ્યું હતું?

જયરામ રમેશે પોતાના ટ્વીટમાં સંસદમાં નાણા રાજ્ય મંત્રી દ્વારા આપવામાં આવેલ લેખિત જવાબ પણ જોડ્યો હતો, જે TMC સાંસદ મહુઆ મોઇત્રાના પ્રશ્નના જવાબમાં આપવામાં આવ્યો હતો.

બીજી તરફ જયરામ રમેશના ટ્વીટ પર કેન્દ્રીય નાણા મંત્રાલયે જવાબ આપતા કહ્યું છે કે, સરકાર 19 જુલાઇ 2021ના સવાલ નંબર 72 પર લોકસભામાં આપેલા જવાબ પર કાયમ છે, જે બધી સંભવિત એજન્સીઓના ઇનપૂટ પર આધારિત હતો.

સંસદમાં વિપક્ષે અદાણી ગ્રુપની કંપની વિશે 19, જુલાઇ, 2021ના દિવસે સવાલ પુછ્યું હતો. જેના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે, સેબી તેના નિયમોના પાલન માટે અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓની તપાસ કરી રહી છે. સાથે DRI પણ તપાસ કરી રહી છે. જો કે પંકજ ચૌધરીએ કઇં કઇ કંપનીઓમાં તપાસ ચાલી રહી છે તેના નામ જાહેર કર્યા નહોતા.

15મી મેના દિવસે SEBI દ્વારા ફાઈલ કરવામાં આવેલા સોગંદનામામાં આ વાતને નકારી કાઢવામાં આવી હતી. બીજી તરફ, 17 મેના દિવસે દાખલ કરાવામાં આવેલી બીજી એફિડેવિટમાં SEBIએ કહ્યું કે અદાણી ગ્રૂપની કંપનીઓ વિશે જુલાઈ 2021માં લોકસભામાં જે તપાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે ઓક્ટોબર 2020માં શરૂ થઈ હતી, વર્ષ 2016માં નહીં. આ તપાસ મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ (MPS) નિયમોના ઉલ્લંઘન વિશે હતી.

એ પછી ચોંકાવનારી એક ચોંકાવનારી વાત સામે આવી. SEBIના સોંગદનામામાં એક જ અધિકારીની ઉંમર અલગ-અલગ હતી. 15મેના દિવસે જે સોંગદનામું દાખલ કરવામાં આવ્યું હતું તેમાં અધિકારીની ઉંમર 22 વર્ષ બતાવવામાં આવી હતી. જ્યારે 17 મેના દિવસે જે સોંગદનામું રજૂ કરવામાં આવ્યું તેમાં આ જ અધિકારીની ઉંમર 25 બતાવવામાં આવી હતી.

આ પહેલા શિવસેના ( ઉદ્ધવ ઠાકરે)ની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આશ્ચર્ય વ્યકત કર્યું હતું કે 22 વર્ષની ઉંમરના એક વ્યકિતએ કોર્ટમાં એફિડેવીટ કરી. પ્રિયંકા ચતુર્વેદીએ અલગ-અલગ ઉંમર વિશે પણ નિશાન સાધીને ટ્વીટ કરતા કહ્યું હતું કે, 15 મેના દિવસે SEBIના સત્યાંશ મોર્યની ઉંમર 22 હતી અને 17 મેના દિવસે સત્યાંશ મોર્ય 25 વર્ષના થઇ ગયા છે. પ્રિયંકાએ ટ્વીસ્ટ કરીને લખ્યું કે મોડાની ( મોદી+અદાણી) સામ્રાજ્યને બચાવવા માટે આને રાયતા ફેલાવવાનું કહેવામાં આવે છે. SEBI તરફથી આ સ્પષ્ટ રીતે ખોટું નિવેદન છે.

SEBIના સોગંદનામા પર ઉભા થયેલા સવાલોથી કેસમાં અપડેટ એ છે કે કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે SEBI વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો છે. SEBIએ તપાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે છ મહિનાનો સમય માંગ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો.

CJI DY ચંદ્રચુડે સેબીને 14 ઓગસ્ટ સુધીમાં તપાસ રિપોર્ટ સબમિટ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાની તપાસ માટે રચાયેલી નિષ્ણાત સમિતિએ બે મહિનામાં પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપી દીધો છે. તેના સૂચનો ઉનાળુ વેકેશન બાદ 11મી જુલાઈએ સાંભળવામાં આવશે. નિષ્ણાત સમિતિનો અહેવાલ પક્ષકારો સાથે શેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં સેબીને આ મામલાની તપાસ માટે 14 ઓગસ્ટ સુધીનો વધારાનો સમય આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp