26th January selfie contest

ગડકરી કહે-2014થી અત્યાર સુધી લોકોની આવક બેગણી થઈ ગઈ છે, આટલા રૂપિયા ટોલથી આવે છે

PC: caknowledge.com

એક ન્યૂઝ ચેનલ કાર્યક્રમમાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સામેલ થયા હતા. તેમણે આ દરમિયાન બજેટ બાબતે તમામ પહેલુંઓ પર વાત કરી અને આ વર્ષના પોતાનું વિઝન પણ જણાવ્યું હતું. નીતિન ગડકરીએ જણાવ્યું કે, દેશનો વિકાસ કરવાનો છે અને ઇન્ટરનેશનલ વિકાસ પ્રગતિના જે પેરામીટર છે, તેમાં 4 વાતો હોવી જરૂરી છે. તેમાં વોટર, પાવર, ટ્રાન્સપોર્ટ અને કમ્યુનિકેશન. જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. જો દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ જશે તો ઇન્ડસ્ટ્રી આવશે.

ઇન્ડસ્ટ્રી આવશે તો તેની સાથે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આવશે. નીતિન ગડકરીએ કહ્યું કે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સાથે તેનાથી રોજગાર આવશે. રોજગારથી આપણાં દેશની ગરીબી દૂર થશે. વર્ષ 2014થી અત્યાર સુધી પ્રતિ વ્યક્તિની આવક બેગણી થઈ ગઈ છે. અમૃતકાળમાં આગળ વધી રહ્યા છીએ. બજેટના કારણે આગળ પ્રગતિ કરશે. નીતિન ગડકરીએ કયું કે, અમે લોકો ગ્રીન એક્સપ્રેસ વે હાઇવે બનાવી રહ્યા છીએ. દિલ્હી-મુંબઈ રોડ બનાવી રહ્યા છીએ. 12 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્દઘાટન કરશે.

દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં પહોંચી હશે. દિલ્હીથી જયપુરનું અંતર 2 કલાકનું હશે. દિલ્હી-દેહરાદૂન 2 કલાકમાં જશે. દિલ્હી હરિદ્વાર 2 કલાક, દિલ્હી-ચંડીગઢ અઢી કલાકમાં, દિલ્હી-શ્રીનગર 8 કલાકમાં, કટરા 6 કલાકમાં, અમૃતસર 4 કલાકમાં પહોંચી જશે. ચેન્નાઈથી બેંગ્લોર 2 કલાકમાં પહોંચી જશે. બેંગ્લોરથી મૈસૂર એક કલાકની સફર હશે. નાગપુરથી પૂણે 5 કલાકમાં પહોંચશે. ઔરંગાબાદથી હાઇવે બનાવી રહ્યા છીએ. હાઇવે જહાજ-ટ્રેનથી ઓછા સમય લાગવાના સવાલ પર નીતિન ગડકરીએ કહ્યું કે, જ્યારે હું મુંબઈ-પૂણે હાઇવે બનાવ્યો હતો, તો ત્યાં જેટએરવેઝની 8 ફ્લાઇટ ચાલતી હતી.

હવે આ રુટ પર 2,000 બાદ એક પણ ફ્લાઇટ ચાલતી નથી. બંધ થઈ ગઈ છે. આ વર્ષના અંત સુધી દિલ્હી-નાગપુર, દિલ્હી-દેહરાદૂન, દિલ્હી-ચંડીગઢ વચ્ચે ચાલનારી લગભગ આ ફ્લાઇટ બંધ થઈ જશે. ફ્લાઇટ બંધ થવાના સવાલ પર કહ્યું કે, એવું નથી. અમે વધુ એરપોર્ટ ડેવલપ કરી રહ્યા છીએ. ચંડીગઢથી મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદ ફ્લાઇટ જશે. ચંડીગઢથી ફ્લાઇટ એટલું થઈ રહ્યું નહીં રહી જાય. 4 ડેસ્ટિનેશન નવા બનશે. એવિએશનમાં દર વર્ષે 22 ટકા ગ્રોથ છે.

જ્યારે હું શીપિંગ વિભાગનો મંત્રી હતો. ત્યારે Sea પ્લેન લાવ્યા હતા એટલે કે એરસ્પિટથી ઉડીને પાણીમાં ઉતરનારો હવાઈ જહાજ લાવ્યા હતા. આ પોલિસી સરકારે ફાઇનલ કરી. લેક, ડેમ વૉટરપોર્ટ બનશે. 26 એવા રોડ બનાવી રહ્યા છીએ, જ્યાં પ્લેન લેન્ડ થશે. એટલે કે જ્યારે ક્યારેક ટ્રાફિક ઓછું છે ત્યારે પહેલા રેલવે ફાટકની જેમ રોડ બંધ હશે અને હવાઈ જહાજ ઉતરશે. એરપોર્ટ જતા રહશે. પછી રોડ શરૂ થશે. આ પ્રકારે અવરજવર થતી રહેશે.

નીતિન ગડકરીએ કહ્યું કે, આજે અમારો 40 હજાર કરોડનો ટોલ ઇનકમ છે. આગળ તે એક લાખ કરોડ રૂપિયા સુધી હશે. NHAIને ક્યારેય નુકસાન થતું નથી. આપણે જે રોડ બનાવીએ છીએ તેનો ખર્ચ 15 વર્ષમાં નીકળી જાય છે. આ વખત બજેટમાં આપણાં મંત્રાલયને 2 લાખ 70 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. તેમાં હું 6 લાખ કરોડ રૂપિયાથી વધારાનું કામ કરું છું. આજે આપણાં એસેટ 70 હજાર કરોડથી વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp