મારી ઇચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બને, નીતિશની જીભ લપસી,જુઓ Video

PC: twitter.com

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની એક જાહેરસભામાં જીપ લપસી હતી અને તેમણે કહ્યું હતું કે, મારી ઇચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરી વખત મુખ્યમંત્રી બને. જો કે, પાછળથી તેમણે ભૂલ સુધારી લીધી હતી

મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના પટના સાહિબ લોકસભા મતવિસ્તારના દાનિયાવાનમાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન નીતીશ કુમારની જીભ લપસી ગઈ હતી. તેમણે કહ્યું કે અમે બિહારની તમામ 40 બેઠકો અને સમગ્ર દેશમાં 400થી વધુ બેઠકો જીતવા માંગીએ છીએ. અને નરેન્દ્ર મોદી ફરી મુખ્યમંત્રી બને,જેથી દેશનો વિકાસ થાય, બિહારનો વિકાસ થાય. નીતિશે કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને ભવિષ્યમાં પણ રહેશે.

રેલીમાં નીતિશ કુમારે RJD પર નિશાન સાધતા કહ્યું કે તેમણે કોઈ કામ કર્યા નથી. 2005 પહેલા ડરના કારણે સાંજે કોઈ ઘરની બહાર નીકળવાની હિંમત કરતું ન હતું. ત્યાં ઘણી લડાઈઓ થઈ, આરોગ્ય અને શિક્ષણ ખરાબ હાલતમાં હતું. રસ્તાઓની હાલત ખરાબ હતી. તેમણે કહ્યું કે જ્યારે હું સાંસદ હતો ત્યારે અમુક જ જગ્યાએ રસ્તા હતા. પગપાળા જ બીજે બધે જવું પડતું. નીતિશ કુમારે કહ્યું કે, કહ્યું કે RJDને તક મળી પણ તેમણે કોઇ કામ ન કર્યું.

RJD પર નિશાન સાધતા મુખ્યમંત્રી નીતિશે કહ્યું કે આજે તેઓ અમારી વિરુદ્ધ થઈ ગયા છે અને કહે છે કે અમે કોઈ કામ કર્યું નથી, જ્યારે આ સંપૂર્ણ રીતે ખોટું છે. લાલુનું નામ લીધા વગર નીતિશે કહ્યું કે એક વ્યક્તિએ 9 પુત્ર-પુત્રીઓને જન્મ આપ્યો. હવે તો દીકરા-દીકરીઓ જ કર્યા કરે છે. જ્યારે અમે તેમની સાથે આવ્યા ત્યારે અમે જોયું કે તેઓ ગડબડ કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp