આતંકીઓ સામે કાર્યવાહી કરવી હોય તો સેનામાં 30 ટકા મુસ્લિમોને સામેલ કરો

PC: muslimmirror.com

જનતા દળ યુનાઈટેડ (JDU)ના MLC ગુલામ રસૂલ બલિયાવીએ સેનાની તુલના ગાઝર સાથે કરવા પર વિવાદ થઈ ગયો છે. રવિવારે નવાદામાં ઈદારા-એ-શરીયા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પર કર્યો અને કહ્યું કે, જો તેમણે પાકિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં ડર લાગે છે તો સરકારે સેનામાં 30 ટકા મુસ્લિમ યુવાનોની ભરતી કરવી જોઈએ, તેમનો સામનો કરવા. તેઓ કહે છે કે, મેં સંસદમાં પણ એમ કહ્યું છે અને વડાપ્રધાનને એ બતાવવા માગીશ કે લોઢું લોઢાને કાપે છે અને લોઢાને ગાજર નહીં કાપી શકે.

તેઓ કહે છે કે, જો સરકાર પાકિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં ડરે છે, તો તેણે 30 ટકા મુસ્લિમ બાળકોને સેનામા સામેલ કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે, આપણે આપણાં દેશને બચાવવા શું કરવાનું છે. ગુલામ રસૂલ બલિયાવીએ યોગ ગુરુ બાબા રામદેવ પર મુસ્લિમો વિરુદ્ધ હાલમાં કરવામાં આવેલા વિરોધ પર નિશાનો સાધ્યો અને કહ્યું કે, મુસ્લિમ સમુદાયથી આવનારા APJ અબ્દુલ કલામ જ હતા, જેમણે પાકિસ્તાનની પરમાણુ ક્ષમતાનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, જ્યારે પાકિસ્તાન પોતાની પરમાણુ મિસાઈલોથી ભારતને ધમકી આપી રહ્યું હતું, તો નાગપુરના કોઈ સંત તેમને જવાબ આપવા ગયા નહોતા. એ એક મુસ્લિમ પુત્ર APJ અબ્દુલ કલામ હતા, જેમણે પાકિસ્તાનને જવાબ આપ્યો. હવે આ કોઈ પહેલી વખત નથી, જ્યારે સેનાને લઈને નેતાઓ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય. સેનાએ તો દરેક વખત પોતાને જાતિ-ધર્મથી અલગ રાખી છે અને કોઈ પણ પ્રકારની રાજનીતિમાં ફસાવાનો પ્રયત્ન કર્યો નથી.

જનતા દળ યુનાઇટેડના નેતાના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું કે, મુસ્લિમ વોટ મજબૂત કરવા માટે ગુલામ રસૂલ બલિયાવી મુખ્યમંત્રી નીતિશ કુમારના મુખપત્રની જેમ વ્યવહાર કરી રહ્યા છે. આ વખત તેમણે સેનાનું અપમાન કર્યું. જો તેમને પોતાના સાથી મુસ્લિમોની એટલી જ ચિંતા છે તો તેમણે પસમાંદા મુસ્લિમોના કલ્યાણ માટે કામ કરવું જોઈએ. JDUના રાષ્ટ્રીય મહાસચિવ અફાક અહમદે એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, મને ખબર નથી કે બલિયાવીએ કયા સંદર્ભમાં કહ્યું છે કે તેમણે શું કર્યું, પરંતુ તેમણે આ પ્રકારના નિવેદન આપતા બચવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp