26th January selfie contest

અત્યારે લોકસભાની ચૂંટણી કરવામાં આવે તો કોની સરકાર બને? લોકોએ આ જવાબ આપ્યો

PC: ndiatv.in

આવતા વર્ષે એટલે કે 2024માં 18મી લોકસભાની ચૂંટણી થવાની છે. ભાજપ જીત માટે દરેક બૂથને મજબુત કરવા પર ભાર આપી રહી છે. વિપક્ષ પણ તૈયારીમાં લાગી ગયો છે. કોંગ્રેસે પાર્ટી મજબુત કરવા માટે ભારત જોડા યાત્રાનો સહારો લીધો છે. આગામી લોકસભાની પરિણામો એ વાત પર નિર્ભર રહેશે કે વિપક્ષ કેટલા એકજૂટ થાય છે. પરંતુ જો આજની તારીખે લોકસભાની ચૂંટણી કરવામાં આવે તો કઇ પાર્ટી સરકાર બનાવે? લોકોનો મિજજ શું કહે છે? એનો જવાબ ઇન્ડિયા અને સી- વોટરના મૂડ ઓફ ધ નેશનના સર્વેમાં સામે આવ્યો છે. આ સર્વેમાં ભાજપનું પલ્લું મજબુત દેખાઇ રહ્યું છે.

સર્વેના અંદાજો દર્શાવે છે કે જો આજે ચૂંટણી યોજાય તો ભાજપના નેતૃત્વમાં એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) 298 સીટો જીતી શકે છે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ (યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ)ને 153 સીટો મળી શકે છે. જ્યારે 92 બેઠકો અન્ય પક્ષોના ખાતામાં જઈ શકે છે. વોટ ટકાવારીની વાત કરીએ તો NDAને 43,UPAને 30 અને અન્યને 27 ટકા વોટ મળી શકે છે.

ભલે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA 2024ની લોકસભા ચૂંટણી જીતવાની સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ બેઠકોની ઘટતી સંખ્યા NDA માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. NDA માટે 298 બેઠકોનો આંકડો છ મહિના પહેલાના સમાન સર્વે અંદાજ કરતા 9 ઓછો છે. બીજી તરફ, 2019ની લોકસભા ચૂંટણીમાં NDA દ્વારા સત્તામાં વાપસી દરમિયાન જીતેલી બેઠકોની સરખામણીમાં 50થી વધુ બેઠકો  ઘટી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

પાર્ટીના હિસાબે જોઇએ તો સર્વમાં ભાજપને 285, કોંગ્રેસને 68 અને બાકીની પાર્ટીઓને 191 સીટો મળી શકે તેવો અંદાજ છે. લોકસભામાં સરકાર બનાવવા માટે કોઇ પણ પાર્ટીએ 272 સીટોની બહુમતી મેળવવી પડે, એ રીતે જોઇએ તો ભાજપ પોતાના દમ પર 285 સીટ મેળવી શકે, મતલબ કે બહુમતી કરતા 13 સીટ વધારે મેળવી શકે. એનો મતલબ એ છે કે ભાજપ પોતાના બીજા કાર્યકાલના અંતિમ વર્ષમાં પણ વિપક્ષથી મોટું  અંતર જાળવી રાખવાની સ્થિતિમાં છે.

રાજ્ય વાઇસ વાત કરીએ તો જો મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વડા પ્રધાનપદના ઉમેદવાર બને અને બંગાળની અસ્મિતાને ચૂંટણીનો મુદ્દો બનાવે તો પશ્ચિમ બંગાળમાં ભાજપની બેઠકોની સંખ્યા વર્તમાન 42થી  ઘટીને 20 થઇ શકે છે. ઘટી શકે છે. તેલંગાણામાં પણ કંઈક આવું જ જોવા મળી શકે છે, જો કે મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ વડાપ્રધાન પદની રેસમાં ઉતરે તો, આવી સ્થિતિમાં ભાજપ માટે અંદાજિત 6 બેઠકો મેળવવી મુશ્કેલ બનશે.

ઉત્તર પ્રદેશમાં ભાજપને 80માંથી 70 સીટો બેઠકો પર જીત મેળવવી મુશ્કેલ પડી શકે, જો અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી રાજ્યના રાજકરાણમાં ફરીથી ઉભરીને આવે અને સીટની સંખ્યા વધારવામાં સફળ રહે.

ભાજપને બીજા બે મોટા રાજ્યોમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્રમાં 48 સીટ અને બિહારમાં 40 સીટ મેળવવી ભાજપ માટે મુશ્કેલ બની શ કે તેમ છે. જો ઉદ્ધવ ઠાકરેનું જૂથ NCP અને કોંગ્રેસના ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડે તો ભાજપને ખાસ્સી બેઠકોનું નુકશાન ઉઠાવવું પડી  શકે છે. બિહારમાં આ વખતે ભાજપને નીતિશ કુમારના JDUનો સાથ નથી મળી રહ્યો. કર્ણાટકમાં ભાજપ 28માંથી 25 સીટ જીતી હતી, પરંતુ આ વખતે બેકફૂટ પર છે.

સી-વોટરનો સર્વે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે કરવામાં આવ્યો હતો, જેમાં 36000 લોકોએ તેમના મત વ્યકત કર્યા હતા. ઉપરાંત  સી-વોટર રેગ્યુલર ટ્રેકર ડેટાથી પણ 5 લાખ લોકોનું સેમ્પલ વિશ્લેષણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp