પાકિસ્તાન પર કબ્જો કરવો હોય તો કિક્રેટર, કલાકારો પર પ્રતિંબંધ લગાવો: વી કે સિંહ
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના દિવસોમાં અનંતનાગ સહિત અનેક સ્થળોએ સેના અને પોલીસ પર આતંકી હુમલા થયા છે. અનંતનાગ એન્કાઉન્ટરમાં આર્મીના એક કર્નલ અને મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક DSP શહીદ થયા છે, જેના પછી દેશમાં આક્રોશનો માહોલ છે. આ એન્કાઉન્ટર પાછળ પાકિસ્તાની ષડયંત્ર પણ સામે આવી રહ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી વીકે સિંહે પાકિસ્તાનન બહિષ્કાર કરવા પર ભાર મૂક્યો છે.
પૂર્વ ભારતીય સેનાના પ્રમુખ જનરલ વી કે સિંહે ગુરુવારે કહ્યું કે આપણે વિચારવાની જરૂર છે, કારણ કે જ્યાં સુધી પાકિસ્તાનને એકલું પાડી દેવામાં નહીં આવે ત્યાં સુધી આ પડોશી દેશ આપણી સાથે સામાન્ય સંબંધો રાખવા પર વિચાર કરશે નહીં. જો આપણે તેની પર પ્રેસર ઉભું કરવું હશે તો તેનો બહિષ્કાર કરવો પડશે. વી કે સિંહે કહ્યું કે પાકિસ્તાનના ક્રિકેટરો, કલાકારો બધા પર ભારતમાં આવવા પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ.
#WATCH | On the death of Colonel Manpreet Singh, Major Ashish Dhonak and DSP Humayun Bhat during an encounter with terrorists in Anantnag yesterday, Union Minister General VK Singh says, "We have to think. Because unless we isolate Pakistan they will think it is business as… pic.twitter.com/HSeKg4zvkF
— ANI (@ANI) September 14, 2023
વી કે સિંહ ગુરુવારે મધ્ય પ્રદેશના ઇંદોર પહોંચ્યા હતા. તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. વી કે સિંહે ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીરમાં નાની મોટી આતંકવાદી ઘટનાઓ બનતી રહેવાની, એને પુરે પુરી ખતમ કરવામાં સમય લાગશે, કારણ કે એક દેશ દેવાળિયો થઇ જવા છતા ભારતના આંતરિક મામલામાં ઘુસણખોરી કરવાની ચેષ્ટાને મગજમાંથી બહાર નથી કાઢી શકતો.
વી કે સિંહે કહ્યું કે પાકિસ્તાને એ સમજવાની જરૂર છે કે સામાન્ય સંબંધો ત્યાં સુધી નહીં બની સકે, જ્યા સધી તમે તમારા વ્યવહાર સામાન્ય ન કરી લો. સિંહે કહ્યું કે, જ્યારે આ દેશ છિન્ન ભિન્ન થઇ જશે તો આતંકવાદ આપોઆપ ખતમ થઇ જશે.
જનરલ વી કે સિંહે દાવો કર્યો કે જ્મ્મૂ-કાશ્મીરમાં સામાન્ય નાગરિક હવે પહેલા કરતા વધારે ખુશ છે. તેમણે કહ્યુ કે, આતંકવાદીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને લોકોને હવે અલગતાવાદી તત્વો દ્વારા ગેરમાર્ગે દોરાતા નથી. આ સરહદી રાજ્ય દેશના અન્ય ભાગોથી અલગ છે તેવી ગેરસમજ પણ ભૂંસાઈ ગઈ છે. વીકે સિંહે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડસ્ટ્રીઝ અને ટૂરિઝમનો વિકાસ ઝડપી ગતિએ થઈ રહ્યો છે. જો તમે એક સામાન્ય કાશ્મીરી નાગરિકને પૂછો, તો તે તમને કહેશે કે તે આ વિકાસથી ખૂબ જ ખુશ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp