તમારા દીકરા-દીકરીનું ભલું ઇચ્છતા હો તો BJPને વોટ આપજો: PM મોદી

નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીય જનતા પાર્ટીના 10 લાખ કાર્યકર્તાઓને સંબોધિત કરતા વિપક્ષી એકતાના પ્રયાસો પર જોરદાર પ્રહારો કર્યા હતા.PM મોદીએ કટાક્ષમાં તેમને દયાના પાત્ર ગણાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે તેઓ 20 લાખ કરોડના કૌભાંડની ગેરંટી આપી શકે છે તેઓ ભ્રષ્ટ લોકોનું ગઠબંધન' છે. PM મોદીએ કહ્યું કે 2014 અને 2019ની સરખામણીમાં ભાજપના ઉગ્ર વિરોધ પક્ષોમાં વધુ ગભરાટ છે. PM મોદીએ કહ્યું કે પહેલા એ લોકો જેમને દુશ્મન કહેતા હતા, પાણી પીધા પછી અપશબ્દો બોલતા હતા, આજે તેઓ તેમની સામે સાષ્ટાંગ દડંવત પ્રણામ કરે છે. તેમની બેચેની બતલાવે છે કે દેશની પ્રજાએ 2024ની ચૂંટણીમાં ભાજપને ફરી લાવવાનું મન બનાવી દીધું છે. 2024માં ફરી ભાજપનો પ્રચંડ વિજય નક્કી છે, એટલે બધા વિપક્ષો બોખલાઇ ગયા છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજકાલ એક શબ્દ વારંવાર આવે છે અને તે છે ગેરંટી. આ તમામ વિરોધ પક્ષો ભ્રષ્ટાચારની ગેરંટી છે, લાખો અને કરોડો રૂપિયાના કૌભાંડોની ગેરંટી છે. તાજેતરમાં પટનામાં નીતીશ કુમારની આગેવાનીમાં થયેલી બેઠકનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું, થોડા દિવસો પહેલા એક સાથે ફોટો પડાવવાનો કાર્યક્રમ હતો. જો આપણે તે ફોટામાંના તમામ લોકોની કુલ સંખ્યાને એક સાથે મૂકીએ, તો તે બધા મળીને 20 લાખ કરોડ રૂપિયાના કૌભાંડની ગેરંટી છે.
જેવી પાર્ટીઓ પર કોંગ્રેસ,NCP, RJD, TMCભ્રષ્ટાચારના આરોપો ગણાવતા તેમણે કહ્યું, એકલા કોંગ્રેસનું કૌભાંડ લાખો અને કરોડોનું છે. એક લાખ 86 કરોડનું કોલસા કૌભાંડ, એક લાખ 76 હજાર કરોડનું 2જી કૌભાંડ, 70 હજાર કરોડનું કોમનવેલ્થ કૌભાંડ, 10 હજાર કરોડનું મનરેગા કૌભાંડ, હેલિકોપ્ટરથી લઈને સબમરીન સુધી, એવું કોઈ ક્ષેત્ર નથી કે જે કોંગ્રેસના કૌભાંડનો ભોગ ન બન્યું હોય.
બીજી તરફ RJD જુઓ, હજારો કરોડના કૌભાંડનો આરોપ છે. ઘાસચારા કૌભાંડ, અલકાતકા કૌભાંડ, પૂર રાહત કૌભાંડોની યાદી એટલી લાંબી છે કે અદાલતો પણ થાકી જાય છે. DMK પર ગેરકાયદેસર 1.25 લાખ કરોડની સંપત્તિ ભેગી કરવાનો આરોપ છે.TMC પર 23000 કરોડના ગોટાળાનો આરોપ છે. NCP પર 70,000 કરોડના ગોટાળાનો આરોપ છે.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે, હવે દેશે નક્કી કરવાનું છે કે શું દેશ કૌભાંડની ગેરંટી સ્વીકારશે? ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખવાની જાહેરાત કરતા PM મોદીએ કહ્યું, જો તેમના કૌભાંડોની ગેરંટી હોય તો મોદી પાસે પણ ગેરંટી છે. મારી પાસે ગેરંટી છે, દરેક કૌભાંડી પર કાર્યવાહીની ગેરંટી, દરેક ચોર-લૂંટારા પર કાર્યવાહીની ગેરંટી, જેણે ગરીબોને લૂંટ્યા, જેણે દેશને લૂંટ્યો. તેનો હિસાબ સેટલ થઈ જશે. આજે જ્યારે કાયદાનું શાસન ચાલી રહ્યું છે. જ્યારે સામે જેલના સળિયા દેખાય છે ત્યારે આ જુગલબંધી થઈ રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, જો તમારે ગાંધી પરિવારના દીકરા-દીકરીનો વિકાસ કરવો હોય તો કોંગ્રેસને વોટ આપજો, મુલાયમસિંહના પુત્રનું ભલું કરવું હોય તો સમાજવાદી પાર્ટીને વોટ આપજો, લાલૂ પરિવારનું ભલું કરવું હોય તો RJDને મત આપજો, તમારે શરદ પવારની પુત્રીનું ભલું કરવું હોય તો NCPને વોટ આપજો, અબ્દુલ્લા પરિવારનું ભલું કરવું હોય તો નેશનલ કોન્ફરન્સને વોટ આપજો. પરંતુ મારી વાત ધ્યાનથી સાંભળજો, જો તમારે તમારા દીકરી, દીકરી, પૌત્ર, પૌત્રીનું ભલું કરવુ હોય તો ભાજપને વોટ આપજો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp