26th January selfie contest

લોકસભામાં 5,000 રૂપિયા લઇને HG મુદગલે સવાલ પુછેલો, સભ્ય પદ રદ થવાનો પહેલો કિસ્સો

PC: livemint.com

વર્ષ 1951થી માંડીને અત્યાર સુધીમાં લોકસભા અને રાજ્યસભામાં 16 સાંસદોના સભ્ય પદ રદ થઇ ચૂક્યા છે. જેમાં રાહુલ ગાંધી, ઇંદિરા ગાંધી, વિજય માલ્યા સહિતના સાંસદો સામેલ છે. સૌથી પહેલા લોકસભામાં જેમણે સાંસદ તરીકેનું પદ ગુમાવવું પડેલું એ HG મુદગલ હતા.

પહેલો કેસ 25 સપ્ટેમ્બર 1951નો છે. યોગાનુયોગ આ સાંસદો કોંગ્રેસના જ હતા. તેમનું નામ Hucheshwar Gurusidha Mudgal હતું. સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા લેવા બદલ તેમને લોકસભામાંથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમને ગેરલાયક ઠેરવીને સભ્યપદ લઇ લામાં આવ્યું હતુ. ત્યાં સુધી દેશમાં પહેલી લોકસભા ચૂંટણી થઈ ન હતી. દેશમાં કામચલાઉ સરકાર હતી.તેમને એક બિઝનેસમેન પાસેથી પ્રશ્નો પૂછવા માટે પૈસા મળ્યા હતા.

જ્યારે મુદગલ પર આ આરોપ લાગ્યો તો પહેલા એક વિશેષ સંસદીય તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમના પ્રમુખ પદે ટીટી કૃષ્ણામાચારી હતી અને બીજા સભ્યોમાં પ્રોફેસર કે ટી શાહ, સૈયદ નોશેરલી, જી દુર્ગાબાઇ અને કાશીનાથ વૈદ્ધ હતા.

આ સમિતિની રચના 08 જૂન 1951ના રોજ કરવામાં આવી હતી. જેની રચના સંસદે કરી હતી. અગાઉ સંસદમાં ચર્ચા થઈ હતી, જેમાં મુદગલે પોતે પણ ભાગ લીધો હતો. મુદગલને હટાવવાની દરખાસ્ત પર મતદાન થાય તે પહેલાં તેમણે રાજીનામું આપી દીધું હતું.

વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ મુદગલ સામેની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી.તેમણે કહ્યું હતું કે જો સંસદ આવા મામલામાં કડક કાર્યવાહી નહીં કરે તો જનતામાં ખોટો સંદેશ જશે.

મુદગલે પૈસા લઇને સંસદમાં સવાલ પુછેલો એ વાતની જાણકારી એક સ્ટિંગ ઓપરેશન દ્રારા સામે આવી હતી. સંસદીય સમિતિએ 387 પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં કહેવાયુ હતું કે, મુદગલના સંપર્ક બોમ્બે બુલિયન એસોસિયેશન સાથે હતા. મુદગલે બુલિયન એસોસિયેશન પાસેથી લોકસભામાં સવાલ પુછવા માટે 5,000 રૂપિયા લીધા હતા, જે સવાલને કારણે બુલિયન એસોસિયેશનને મોટો ફાયદો થઇ શકે તેમ હતો. એ પછી મુદગલે જવાહરલાલ નહેરુ સમક્ષ કબુલ કર્યું હતું કે તેમને 2700 રૂપિયા મળ્યા હતા.

15 નવેમ્બર 1976માં સુબ્રમણ્યમ સ્વામીને દેશની બહાર જઇને સંસદને લઇને ખોટી કમેન્ટ કરવા બદલ તેમની રાજ્યસભામાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. 18 નવેમ્બર 1977માં ઇંદિરા ગાંધી સામે પ્રધાનમંત્રી તરીકે પદનો  દુરપયોગ કરવા બદલ તેમનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું

વર્ષ 2005માં નોટ ફોર કવેરીઝ મામલામાં લોકસભામાં એક સ્પેશિયલ કમિટીની રચના પવન કુમાર બંસલની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. આ કમિટીએ પૈસા લઇને લોકસભામાં સવાલ પુછનારા 10 સાંસદોન સામે તપાસ કરી હતી અને એ પછી એ 10 સાંસદોને લોકસભામાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp