CWC ચૂંટણી પર કોંગ્રેસમાં ફૂટ? મહત્ત્વની બેઠકથી દૂરી બનાવી શકે છે ગાંધી પરિવાર

PC: theprint.in

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની ચૂંટણીને લઇને પાર્ટીમાં હલચલ તેજ છે. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે ચૂંટણીની ચર્ચાને લઇને થનારી બેઠકથી ગાંધી પરિવાર દૂરી બનાવી શકે છે. જો કે, પાર્ટી તરફથી અત્યાર સુધી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ અગાઉ CWCની ચૂંટણી વર્ષ 1997માં તાત્કાલિન અધ્યક્ષ સીતારામ કેસરીના કાળમાં થઇ હતી. એવા સમાચાર છે કે સંચાલન સમિતિ (જેને પહેલા CWC) કહેવામાં આવતી હતી, શુક્રવારે સવારે 10 વાગ્યે મોટી ચર્ચા થવા જઇ રહી છે.

આ બેઠકથી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા દૂરી બનાવી શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, ‘અમે ચૂંટણી માટે તૈયાર છીએ. બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે. જો નિર્ણય ચૂંટણીના પક્ષમાં આવે છે તો ચૂંટણી કરાવવામાં આવશે.’ શુક્રવારથી છત્તીસગઢની રાજધાની રાયપુમાં 85મું અધિવેશન શરૂ થઇ રહ્યું છે. 3 દિવસ સુધી ચાલનારા આ મહામંથનમાં પાર્ટી આગામી વિધાનસભાઓ અને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પર રણનીતિ તૈયાર કરી શકે છે.

બેઠક દરમિયાન CWC ચૂંટણી પણ મોટો એજન્ડા માનવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે, પાર્ટીમાં સમિતિ માટે ચૂંટણી થશે કે નહીં. એક મીડિયા રિપોર્ટ મુજબ, પાર્ટી નેતાઓનો એક વર્ગ માને છે કે રાહુલ ગાંધી ચૂંટણીના પક્ષમાં છે. સાથે જ એવી પણ સંભાવનાઓ છે કે, જો ચૂંટણી થાય છે તો પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં ઉતરી શકે છે. ખાસ વાત એ છે કે સમિતિના સભ્ય અને વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ પહેલા જ ચૂંટણીની માગ કરી ચૂક્યા છે.

અટકળો છે કે CWCમાં પૂર્વ અધ્યક્ષો અને પાર્ટી સાથે જોડાયેલા વડાપ્રધાનોને સ્થાયી સભ્યતા આપવા પર વિચાર ચાલી રહ્યો છે. જો એમ થાય છે તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મનમોહન સિંહની જગ્યા પાક્કી થઇ જશે. જો કે, આ પદો પર ન રહેવાના કારણે પ્રિયંકા ગાંધીની સ્થાયી સભ્યતા પર સવાલ છે. સંભાવનાઓ છે કે, CWCમાં જગ્યા મેળવવ માટે તેમને ચૂંટણી લડવી પડી શકે છે. ખેર હવે જોવાનું એ રહ્યું છે કે બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે, ગાંધી પરિવાર તેમાં સામેલ થાય છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp