ભારત-ચીન અનેક બાબતોમાં અમેરિકા અને બ્રિટનથી આગળ છે: રશિયન નેતા

PC: reuters.com

રશિયાના સંરક્ષણ પ્રધાને એક કોન્ફરન્સમાં ભારત અને ચીનના વખાણ કરતા કહ્યું હતું કે આ બંને દેશો બ્રિટન અને અમેરિકાથી અનેક બાબતોમાં આગળ છે.

એરિટ્રિયામાં આયોજિત સંયુક્ત ન્યૂઝ કોન્ફરન્સમાં, રશિયાના સંરક્ષણ પ્રધાને ભારત અને ચીનને ઘણી રીતે USઅને યુરોપિયન યુનિયનના સભ્યો કરતા આગળ ગણાવ્યા. સમાચાર એજન્સી ANIના એક અહેવાલ અનુસાર, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે આર્થિક શક્તિના નવા કેન્દ્રોના વિકાસ, નાણાકીય અને રાજકીય પ્રભાવ પર વિસ્તૃત વાત કરી અને કહ્યું કે ચીન અને ભારત પહેલાથી જ યુનાઈટેડ સ્ટેટ્સ (USA) ની નજીક છે અને યુરોપિયન યુનિયન (EU) ના સભ્યો કરતાં ઘણી રીતે આગળ છે. અમેરિકા પર આકરા પ્રહાર કરતાં, લવરોવે કહ્યું કે બહુ-ધ્રુવીય વિશ્વની સ્થાપના એક હેતુપૂર્ણ અને અટકાવી ન શકાય તેવી પ્રક્રિયા હતી અને હવે NATO અને યુરોપિયન યુનિયન સહિત સામૂહિક પશ્ચિમ આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ઉલટાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રશિયન નેતાએતુર્કી, ઇજિપ્ત, પર્સિયન ગલ્ફના દેશો, બ્રાઝિલ અને અન્ય લેટિન અમેરિકન દેશોને બહુ-ધ્રુવીયતાના ભાવિ કેન્દ્રો તરીકે વર્ણવતા કહ્યું કે આ વર્તમાન સમયે પ્રભાવશાળી અને આત્મનિર્ભર કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રીએ બ્રિક્સનું નામ પણ લીધું હતું. વૈશ્વિક બહુ-ધ્રુવીયતા માટે BRICS જરૂરી છે એમ જણાવતાં લવરોવે કહ્યું કે વિશ્વના વિકાસશીલ પ્રદેશોમાં પ્રાદેશિક ઓળખને મજબૂત કરવાનો અર્થ એ નથી કે વૈશ્વિક પરિમાણમાં બહુ-ધ્રુવીયતા નથી થઈ રહી.

તેમણે કહ્યું કે, આ સંગઠન 5 દેશોને એકજૂટ કરે છે, જેમાં 12થી વધારે દેશો સામેલ થવા માટે રસ દાખવી રહ્યા છે. સાઉથ આફ્રિકાના ડરબનમાં ઓગસ્ટમાં યોજાનારી સભ્ય દેશોની આગામી સમિટમાં BRICS અને અન્ય દેશો વચ્ચેના સંબંધોનો વિકાસ એ કેન્દ્રીય વિષય હશે.

વર્ષ 2009થી BRICKS નેતાઓએ 14 ઔપચારિક અને 9 અનૌપચારિક બેઠકો બોલાવી છે. જૂન 2009માં, BRICKS નેતાઓએ રશિયામાં પોતાની પહેલી બેઠક આયોજિત કરી હતી, જેમાં BRICKS સહયોગને વઘારીને સમિટ સ્તર પર કરવામા આવ્યો.

2021 BRICS સમિટ એ તેરમી વાર્ષિક BRICS સમિટ હતી, જેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતે 2012 અને 2016 પછી ત્રીજી વખત BRICS સમિટની યજમાની કરી હતી. તેમાં પાંચ સભ્ય દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના રાજ્ય અથવા સરકારના વડાઓએ હાજરી આપી હતી.

BRICS એ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું ટૂંકું નામ છે. ગોલ્ડમૅન સૅશના અર્થશાસ્ત્રી જિમ ઓ'નીલે 2001માં BRIC (દક્ષિણ આફ્રિકા વિના) શબ્દની રચના કરી હતી અને દાવો કર્યો હતો કે 2050 સુધીમાં ચાર BRIC અર્થતંત્રો વૈશ્વિક અર્થતંત્ર પર પ્રભુત્વ જમાવશે. દક્ષિણ આફ્રિકાને 2010માં આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp