દેવામાં ડૂબેલા શ્રીલંકાની મદદ માટે ભારતે હાથ આગળ વધાર્યો, ચીનથી નારાજ શ્રીલંકા

PC: tfipost.com

થોડા દિવસો પહેલા ભારત તરફથી શ્રીલંકાને કહેવામાં આવ્યું હતું કે, તે સંપૂર્ણ રીતે દેવામાં ફસાયેલા પોતાના પડોસી મિત્રની મદદ કરવા માટે તૈયાર છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે શ્રીલંકા પ્રવાસ પર દેશને કહ્યું કે, સાત દાયકાનું સૌથી મોટા દેવાનું સંકટ દૂર કરવામાં ભારત મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. જયશંકરનું આ નિવેદન ચીનને પસંદ ન આવ્યું હોય એવું લાગે છે. આ નિવેદનના તુરંત બાદ જ ચીને શ્રીલંકાના નાણાં મંત્રાયલને એક ચિઠ્ઠી લખી છે. તેમાં તેણે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે, IMFના દેવાના પ્રોગ્રામને હાંસલ કરવા માટે તેની મદદ કરવાની વાત કરી છે.

શ્રીલંકાના અખબારની એક ખબર અનુસાર, ચીન તરફથી મોકલવામાં આવેલી ચિઠ્ઠીમાં એ ઋણ પુનર્ગઠનમાં સમર્થનની વાત કરવામાં આવી છે. જેના માટે આ દેશ ઘણા સમયથી કોશિશ કરી રહ્યો છે. શ્રીલંકા સરકારના એક સરકારી સૂત્રોના હવાલાથી અખબારે લખ્યું છે કે, શ્રીલંકાની સરકારને ચીન તરફથી એક સકારાત્મક વલણની આશા હતી. પણ ચીનની જગ્યા પર ભારતે મદદનો હાથ આગળ કર્યો અને સંકટમાં ફસાયેલા દેશે રાહતનો શ્વાસ લીધો. શ્રીલંકાની સરકાર ચીન તરફથી મળેલી ચિઠ્ઠીને લઇને થોડી નિરાશ છે.

આ નિરાશા બાદ પણ શ્રીલંકાએ નક્કી કર્યું કે, તે દેવાનું પુનર્ગઠન માટે વાતચીત ચાલુ રાખશે. સાથે જ તેને બધું સારુ થવાની આશા વ્યક્ત કરી છે. સરકારને સૂત્રોની માનીએ તો ચીન તરફથી જેવી પ્રતિક્રિયા મળી છે, તે આશા વિપરિત છે. બીજી બાજુ ભારતે પેરિસ ક્લબની સાથે મળીને શ્રીલંકાઇ દેવાના પુનર્ગઠનમાં સહયોગની ઇચ્છા વ્યક્ત કરી છે. ભારતની આ ઇચ્છા ચીન સાથે શેર કરવામાં નથી આવી. પેરિસ ક્લબ તરફથી પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. દેવાનું પુનર્ગઠન દરેક લેણદારો માટે એક સમાન હોવું જોઇએ. સાથે જ દેણદારોને એક સમાન રજૂઆત કરવામાં આવે. પણ દ્વીપક્ષીય લેણદારો પાસે દેવાને ટાળવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

આ દરમિયાન, IMF, શ્રીલંકાના દેવાના પુનર્ગઠન માટે ચીનની સાથે વાતચીત કરી રહ્યું છે અને દેશને મનાવવાની કોશિશમાં લાગ્યું છે. થોડા દિવસો પહેલા IMFના ક્રિસ્ટાલિના જોર્જિવાએ કહ્યું કે, IMF, ચીનને આ આખા મુદ્દા પર સમજાવવા માગે છે. તે ચીનને કહેવા માગે છે કે, તેના માટે બીજુ શું શું થઇ શકે. ભારત સરકારે ગયા સપ્તાહે IMFને એક ઓફિશિયલ ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠીમાં તેમણે ઋણ પુનર્ગઠન કાર્યક્રમને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp