બંગાળમાં અમિત ભાઇની ભવિષ્યવાણી સાચી થશે? સર્વેના આંકડા શું આપી રહ્યા છે સંકેત

PC: livemint.com

પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ની નજર હવે રાજ્યની લોકસભા સીટો પર છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ પહેલા જ એવો દાવો કરી ચૂક્યા છે કે આ વખત ભાજપ 35 સીટ જીતશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળની જનતાનો મૂડ શું છે એ જાણવા માટે ઈન્ડિયા ટી.વી. CNXએ એક સર્વે કર્યો હતો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે તેમાં જનતાનો મૂડ શું છે?

પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટો છે. વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે 18 સીટો જીતી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને 22 સીટો પર જીત મળી હતી. સર્વેના આંકડા બતાવે છે કે ભાજપને કેટલી સીટો પર જીત મળી શકે છે અને અમિત શાહનો દાવો કેટલો સાચો થતો દેખાઈ રહ્યો છે. સર્વેના આંકડાઓ મુજબ, તૃણમૂલ કોંગ્રેસની સ્થિતિ ગત વખતની તુલનામાં મજબૂત થતી દેખાઈ રહી છે તો ભાજપને અહીં 2 સીટોનું નુકસાન થઈ શકે છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, આ વખત તૃણમૂલ કોંગ્રેસને 29 સીટો પર જીત મળી શકે છે, જ્યારે ભાજપ 6 સીટોના નુકસાન સાથે 12 પર સમેટાતી નજરે પડી રહી છે. એ સિવાય કોંગ્રેસને પણ 1 સીટનું નુકસાન થઈ શકે છે અને આ વખત તેને માત્ર એક જ સીટ પર જીત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળીની 42 સીટોનો સર્વે શું કહે છે?

તૃણમૂલ કોંગ્રેસ: 29 સીટો

ભારતીય જનતા પાર્ટી: 12 સીટો

કોંગ્રેસ: 1 સીટ

વર્ષ 2019માં ભાજપે કેટલી સીટ જીતી હતી?

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 22 સીટો હતી, જ્યારે ભાજપને 2 સીટોનો ફાયદો થયો અને 18 પર જીત હાંસલ કરી હતી. વર્ષ 2014ની ચૂંટણીમાં પાર્ટીએ 16 સીટો જીતી હતી. એ સિવાય ગત ચૂંટણીમાં કોંગ્રેસને 2 સીટો પર જીત મળી હતી.

વર્ષ 2019ની ચૂંટણીમાં કોને કેટલી સીટ મળી?

તૃણમૂલ કોંગ્રેસ: 22 સીટો

ભારતીય જનતા પાર્ટી: 18 સીટ

કોંગ્રેસ: 2 સીટ.

કેન્દ્રીય મંત્રી અમિત શાહનો શું છે દાવો?

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કિસાન સન્માન નિધિ ઘણા વર્ષો સુધી પશ્ચિમ બંગાળના ખેડૂતોને મળી નથી કેમ કે મમતાજી ઇચ્છતા નહોતા કે લોકોના બેંકમાં મોદીજીના નામના ચેક જાય. આ પ્રકારે આયુષ્યમાન ભારતને બંગાળમાં લાગૂ કરવામાં આવી રહ્યો નથી. આ દરમિયાન તેમને દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળની લોકસભાની એક જ સીટ હતી, આજે 18 છે. લખીને રાખજો વર્ષ 2024માં પાર્ટી 35 કરતા વધુ સીટો પશ્ચિમ બંગાળમાં જીતીને આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp