ઓવૈસીના સરકારી બંગલાની બારી તૂટેલી મળી, પોલીસે શરૂ કરી તપાસ

ઓલ ઈન્ડિયા મજલીસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દી ઓવૈસીના દિલ્હી સ્થિત સરકારી બંગલામાં કથિત રીતે તોડફોડ થઈ છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ આ ઘટના રવિવારે એટલે કે 13 ઑગસ્ટની સાંજે થઈ છે. બંગલામાં ઉપસ્થિત કેર ટેકરે પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી. જ્યારે PCR ઘટનાસ્થળ પર પહોંચી તો બંગલાની બારીનો કાચ તૂટેલો હતો. ત્યારબાદ વિસ્તારના DCP અને SHO સહિત ઘણા મોટા અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અશોકા રોડ પર બંગલા નંબર 34માં લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસી રહે છે. રવિવારે તેમને ત્યાં સર્વન્ટ ક્વાર્ટરમાં રહેનારા રોહિતે પોલીસને જણાવ્યું કે, સાંજે આચનક તેમનો કૂતરો જોર જોરથી ભસવા લાગ્યો હતો. જ્યારે રોહિતે સર્વન્ટ ક્વાર્ટરથી બહાર નીકળીને જોયું તો કોઈએ કથિત રૂપે બંગલાની બારીનો કાંચ તોડી દીધો હતો. રોહિતના જણાવ્યા મુજબ, તેણે ઘણા સમય સુધી આસપાસ જઇને જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ખબર ન પડી શકી કે કાંચ કેવી રીતે તૂટ્યો છે?
પોલીસે પણ ઘટનાસ્થળ પર જઈને તપાસ કરી છે. DCP નવી દિલ્હીના જણાવ્યા મુજબ, અત્યારે ઘટનાની તપાસ ચાલી રહી છે. દિલ્હીમાં અસદુદ્દીન ઓવૈસીના સરકારી બંગલા પર આ પહેલી વખત થયું નથી. આ જ વર્ષે 19 ફેબ્રુઆરીના રોજ પણ અહી કથિત રૂપે અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી. જાણકારી મળતા જ દિલ્હી પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને કેસ નોંધ્યો હતો. ઘટનાની જાણકારી આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસીના અશોકા રોડ સ્થિત આવાસ પર કેટલાક લોકોએ હુમલો કર્યો. આ સંબંધમાં અસદુદ્દીન ઓવૈસીએ ફરિયાદ નોંધાવી છે.
અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હી પોલીસને ટેગ કરતા ટ્વીટ પણ કરી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે, મારા દિલ્હી આવાસ પર ફરીથી હુમલો થયો છે. વર્ષ 2014 બાદ આ ચોથી ઘટના છે. આજે રાત્રે હું જયપુરથી ફર્યો અને મારા ઘરેલુ સહાયકે જણાવ્યું કે બદમાશોના એક ટોળાએ પથ્થરમારો કર્યો, જેથી બારીઓ તૂટી ગઈ. આ ચિંતાજનક છે કે આ એક તથકથિત હાઇ સિક્યોરિટી ક્ષેત્રમાં થયું છે. મેં દિલ્હી પોલીસને ફરિયાદ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp