2000ની નોટ પાછી ખેંચી લેવા પાછળ આગામી ચૂંટણીનું કોઇ કનેક્શન છે? સરવે જાણો

PC: financialexpress.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત પછી રાજકીય હલચલ મચેલી છે. RBIના આ નિર્ણયને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. વિપક્ષ 2000ની નોટ પાછી ખેંચી લેવાના પગલાંને મોદી સરકારની નિષ્ફળતા બતાવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમે કહ્યું કે તેમને આશા છે કે ભારત સરકાર 1000 રૂપિયાની નોટ ફરીથી બજારમાં રજૂ કરશે અને કહ્યું કે 1000 અને 500 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવી એ એક મોટી ભૂલ હતી અને દેશના લોકોએ તેને સ્વીકાર્યું ન હતું. . કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે વિપક્ષે તે સમયે બજારમાં રૂ. 2000ની નોટ લાવવાનો સખત વિરોધ કર્યો હતો.

 આ બધી રાજકીય બબાલો વચ્ચે C- વોટરે ABP ન્યૂઝ માટે એક સર્વે કર્યો છે કે શું 2000ની નોટ પાછી ખેંચી લેવા પાછળ આગામી ચૂંટણીનું કોઇ કનેક્શન છે? લોકોએ સરવેમાં મોટાભાગના લોકોએ હા માં જવાબ આપ્યો હતો.

C- વોટર અને ABPના સર્વેમાં સવાલ પુછવામાં આવ્યો હતો કે 2000ની નોટ પાછી ખેંચી લેવા માટે આવનારી ચૂંટણીનું કોઇ કનેકશન છે? સર્વેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 45 ટકા લોકોએ હા માં જવાબ આપ્યો છે, 34 ટકા લોકોએનું માનવું છે કે આવું નથી, જ્યારે 21 ટકા લોકોએ કહ્યું કે કઇ કહી શકાય નહી.

સર્વેમાં બીજો પણ એક સવાલ પુછવામાં આવ્યો હતો કે 2000ની નોટસ પાછી ખેંચી લીધા બાદ શું કેન્દ્ર સરકાર 1000ની ચલણી નોટ પાછી લાવવા માંગે છે?  આ સવાલનો પણ ચોંકાવનારો જવાબ સામે આવ્યો છે. સર્વેમાં ભાગ લેનારા 66 ટકા લોકોએ કહ્યું કે હા, સરકાર 1000ની નોટ પાછી લાવવા માંગે છે. 22 ટકા લોકોએ ના માં જવાબ આપ્યો, જ્યારે 12 ટકા લોકોએ કહ્યું કે કઇ કહી શકાય નહી.

શુક્રવારે મોડી સાંજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી કે 2000ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. લોકોએ તેમની પાસે પડેલી નોટસ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકોમાં જમા કરાવી દેવાની છે. RBIએ સાથે એ પણ કહ્યું કે લોકો બેંકોમાંથી એક વખત 2000ની નોટ્સ બદલાવી શકશે. મતલબ કે 20000 રૂપિયા એક્સચેન્જ થઇ શકશે.

લોકસભાની ચૂંટણી 2024માં આવી રહી છે ત્યારે કેટલાંક લોકો આને ચૂંટણી સાથે જોડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp