ઇઝરાયલે જમીન ખાલી કરવી પડશે, જ્યારે વાજપેયી પેલેસ્ટાઇનના સમર્થનમાં બોલ્યા હતા

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નિકળ્યું છે અને બંને દેશો એકબીજા તરફ મિસાઇલો છોડી રહ્યા છે. જેની અસર ભારતમાં પણ મહેસૂસ થઇ રહી છે. ભારત અત્યારે ઇઝરાયલના સમર્થનમાં ઉભું છું અને ઇઝરાયલને ભારતનું મિત્ર દેશ માનવામાં આવે છે. ભલે ભારત અત્યારે ઇઝરાયલનું સમર્થન કરી રહ્યું હોય, પરંતુ એક 46 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહ્યો છે. 1977માં ભાજપના દિગગ્જ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી દિવગંત અટલ બિહારી વાજપેયીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમા તેઓ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના મુદ્દા પર પોતાની પ્રતિક્રીયા આપી રહ્યા છે.

  

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો 1977માં જનતા પાર્ટીની વિજય રેલીનો છે. જેમાં દિવંગત નેતા અટલ બિહારી વાજપેયી પેલેસ્ટાઇનું ખુલીને સમર્થન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં વાજપેયી કહી રહ્યા છે કે, આરબોની જે જમીન પર ઇઝરાયલ કબ્જો કરીને બેઠું છે તે જમીન તેણે ખાલી કરવી પડશે.

દિવંગત નેતા વાજપેયીએ કહ્યુ હતુ કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે જનતા પાર્ટીની સરકાર બની ગઇ. તેઓ આરબોને સાથ નહી, ઇઝરાયલને સાથ આપશે. મોરારજી દેસાઇ પણ સ્થિતિ સ્પષ્ટ કરી ચૂક્યા છે. એ ગેરસમજને દુર કરવા માટે હું કહેવા માગું છુ કે અમે દરેક પ્રશ્નોને ગુણ અને અવગુણના આધારે કતા તારવીશું. પરંતુ મિડલ-ઇસ્ટ વિશે એ સ્થિતિ સ્પષ્ટ છે કે આરબોની જે જમીન પર ઇઝરાયલે કબ્જો કરેલો છે તે તેણે પાછો આપવો પડશે. એ જમીન ઇઝરાયલે ખાલી કરવી પડશે.

તેમણે આગળ કહ્યુ હતું કે,આક્રમણ કરનારે આક્રમણના ફળને ભોગવે તે અમને સ્વીકાર્ય નથી. તેથી, જે નિયમો અમને લાગુ પડે છે તે અન્યને પણ લાગુ પડશે. આરબોની જમીન ખાલી થવી જોઇએ.

જેઓ પેલેસ્ટિનિયન છે તેમના યોગ્ય અધિકારોની દરખાસ્ત કરવી જોઈએ. ઇઝરાયલના અસ્તિત્વને સોવિયેત રશિયા અને અમેરિકાએ પણ સ્વીકાર્યું છે. અમે પણ સ્વીકારી લીધું છે.

અટલ બિહારી વાજપેયીએ સ્થાયી શાંતિની હિમાયત કરતાં કહ્યું હતું કે, મધ્ય પૂર્વનો એક એવો ઉકેલ શોધવો પડશે જે આક્રમકતાને ખતમ કરે અને કાયમી શાંતિનો આધાર બને. ગેરસમજને ક્યાં અવકાશ છે? પરંતુ, કદાચ વક્તા તરીકેનો મારા પોતાના અધિકારનું હું અતિક્રમણ કરી રહ્યો છું.

એક નવા વિદેશ મંત્રી પણ હશે જે આપણી વિદેશ નીતિ પર પ્રકાશ ફેંકશે. જો કંઈક કહેવું હોય તો મોરારજી દેસાઇ કહેશે. પરંતુ, હું એક એવી પાર્ટી સાથે જોડાયેલો છું જે ચૂંટણીમાં બડાઈ મારતી હતી કે જનતા પાર્ટી પર જનસંઘનું વર્ચસ્વ છે અને જનસંઘ મુસ્લિમોનો દુશ્મન છે. આ ખૂબ જ ખુશીની વાત છે કે આ ખોટા પ્રચારમાં ન આવ્યું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.