ભાજપની ઓફિસમાં જોરદાર હોબાળો, નેતાઓએ એક-બીજા પર ફેકી ખુરશીઓ, જુઓ વીડિયો

PC: aajtak.in

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગ્રુપો વચ્ચે પાર્ટી પદને લઇને વિવાદમાં એક બીજા પર ખુરશીઓ ફેકવામાં આવી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તમિલનાડુના ઋષિવંધિયમ, શંકરપુરમ અને કલ્લાકુરિચી મતવિસ્તાર માટે શક્તિ કેન્દ્ર પર પદોની મંજૂરી આપવા માટે શંકરપુરમના એક મેરેજ હોલમાં ભાજપની બેઠક બોલાવવામાં આવી હતી. અહીં બેઠક દરમિયાન કલ્લાકુરિચી જિલ્લા ભાજપ પ્રમુખે કથિત રીતે શક્તિ કેન્દ્રના સભ્યોના નામોમાં ફેરફાર કર્યા હતા.

તેને લઇને આરુર રવિ અને વેસ્ટ યુનિયન સચિવ રામચંદ્રનના સમર્થકો દ્વારા એક-બીજા પર ખુરશીઓ ફેકવાના કારણે આ બહેશ ભીષણ ઘર્ષણમાં બદલાઇ ગઇ. બંને ગ્રુપો દ્વારા ખુરશીઓ ઉછાળવાનો વીડિયો પણ હવે વાયરલ થઇ ગયો છે. રાજનૈતિક પાર્ટીઓમાં મારામારી અને ખુરશીઓ ફેકવાની ઘટના હાલમાં જ દિલ્હીમાં પણ સામે આવી હતી. દિલ્હીમાં MCD ઇલેક્શન બાદ શુક્રવારે મેયરની ચૂંટણી દરમિયાન સિવિક સેન્ટરમાં આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપના કાઉન્સિલર સામસામે થઇ ગયા હતા.

આ દરમિયાન સદનમાં બંને પાર્ટીઓના કાઉન્સિલરો વચ્ચે જોરદાર ધક્કા મુક્કી અને મારામારી થઇ હતી. કેટલાક કાઉન્સિલરો વચ્ચે ખુરશી ઉઠાવીને મારામારી પણ થઇ હતી. કાઉન્સિલરો વચ્ચે મારામારી થયા બાદ MCD સદનમાં સ્થિતિ અનિયંત્રિત થઇ ગઇ, ત્યારબાદ મર્શલને અંદર બોલાવવામાં આવ્યા. મેયરની ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટીએ શૈલી ઓબેરોયને તો ભાજપે રેખા ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા. MCD મેયરની ચૂંટણીમાં છેડાયેલો વિવાદ હવે રસ્તા પર આવી ગયો છે.

MCDમાં પીઠાસીન અધિકારીની નિમણૂકને અસંવૈધાનિક બતાવતા આમ આદમી પાર્ટીના નેતાઓએ શનિવારે ઉપરાજ્યપાલના ઘર બહાર પ્રદર્શન કર્યું. તો ભાજપ રાજઘાટ પર આમ આદમી પાર્ટી દ્વારા કથિત રીતે દિલ્હી મેયરની ચૂંટણીને લઇને હોબાળો બચાવવા વિરુદ્ધ પ્રદર્શન કર્યું. આમ આદમી પાર્ટીના નેતાઓએ LG વિરુદ્ધ નારા લખેલા પ્લેકાર્ડ હાથોમાં લઇને જોરદાર પ્રદર્શન કર્યું. આ પ્લેકાર્ડ પર ‘LG સાહેબ શરમ કરો, સંવિધાનની હત્યા બંધ કરો’ જેવા નારા લખેલા હતા.

તો ભાજપના નેતાઓએ માથા પર કાળી પટ્ટીઓ બાંધીને પ્રદર્શન કર્યું. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાઉન્સિલરોએ આરોપ લગાવ્યો કે ચૂંટાયેલા કાઉન્સિલરોને પહેલા એલ્ડરમેનને શપથ અપાવવાનો નિર્ણય તેમને મતદાનનો અધિકાર અપાવવાની ભાજપની ચાલ હતી. પાર્ટીએ પહેલા પણ એવો આરોપ લગાવ્યો હતો કે, ઉપરાજ્યપાલે વિશેષજ્ઞોની જગ્યાએ ભાજપના લોકોને એલ્ડરમેનના રૂપમાં નિમણૂક કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp