વાહવાહી માટે પહેલા પાણી રોક્યુ પછી છોડ્યું એટલે પૂર આવ્યા, ઇસુદાનનો BJP પર હુમલો

PC: thestatesman.com

ગુજરાતમાં ભારે વરસાદને કારણે 5 જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોની હાલત દયાજનક બની છે. ઠેર ઠેર સ્થળાંતરના કામ ચાલી રહ્યા છે અને જનજવન ખોરવાઇ ગયું છે. આ દરમિયાન રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ એક વીડિયો જારી કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને આરોપ પણ લગાવ્યા છે. ગઢવીએ કહ્યુ કે, પહેલાં વાહ વાહી લૂંટવા માટે નર્મદા ડેમમાં પાણી ભેગું કરી રાખ્યું. પછી ખબર પડી કે આ તો વધારે પાણી છે એટલે નર્મદા ડેમમાંથી પાણી છોડવા માંડ્યું જેને કારણે આજે ગુજરાતમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે.

આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ગઢવી હિંદી ભાષામાં બોલી રહ્યા છે.ઇસુદાને કહ્યું કે, પહેલા વાહવાહી લૂંટવા માટે સરકારે પાણી નર્મદા ડેમમાં એકઠું થવા દીધું અને પછી છોડ્યું એમાં રાજ્યમાં પૂર આવ્યું છે. ગઢવીએ કહ્યુ કે, લોકોના મનમાં હવે સવાલ આવી રહ્યો છે કે, આ કુદરતી આફત છે કે માનવ સર્જિત?

ઇસુદાને કહ્યુ કે, આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકોની મદદે દરેક જિલ્લામાં પહોંચી ગયા છે. તેમણે કહ્યુ કે, મારે વહીવટી તંત્રને કહેવું છે કે, માત્ર સ્થળાંતર કરવું પુરતુ નથી., એ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવી એટલી જ જરૂરી છે.

ઇસુદાને કહ્યું કે ગુજરાતમાં એટલો વરસાદ પણ નથી પડ્યો કે પૂર આવી જાય. ભાજપના નેતાઓએ પણ બીજી વખત વાહી વાહી લૂંટતા પહેલાં એ જાણી લેવું જોઇએ કે આને કારણે લોકોને કેટલી મુશ્કેલી પડશે.

રાજકારણને સાઇડ પર રાખીએ તો એક વાત તો છે જ કે લોકોની હાલત ભારે કફોડી બની છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠા વિસ્તારના 7 જિલ્લામાં પૂરના પાણી ફરી વળ્યા છે. નર્મદાના નજીકના વિસ્તારોમાં ખાસ કરીને અંકલેશ્વર, ભરૂચ, ચાણોદ સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે અને તે પણ 5થી 6 ફુટ જેટલા. નર્મદાની જળ સપાટી વધતા ગોલ્ડન બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. કેટલાંક વિસ્તારોમાં તો લોકોના ઘરમાં 10 ફુટ જેટલા પાણી ફરી વળ્યા છે અને NDRFની ટીમ સતત બચાવકાર્યમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 100થી વધારે લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp