જેક ડોર્સીનો મોદી સરકાર પર આરોપ- તેને ભારતમાં ટ્વીટર બંધ કરવાની ધમકી મળેલી...

ટ્વીટરના પૂર્વ CEO જેક ડોર્સી દ્વારા ખેડૂત આંદોલનને લઈને કરવામાં આવેલા દાવા પર ધમસણ મચી ગયું છે. જ્યાં કોંગ્રેસ સહિત બધી વિપક્ષી પાર્ટીઓએ આ મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરતા જવાબ માગ્યો છે તો કેન્દ્ર સરકારે જેક ડોર્સીના દાવાને એકદમ ખોટો ગણાવ્યો છે. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રી રાજીવ શેખરે આરોપ લગાવ્યો કે, જેક ડોર્સી અને તેમની ટીમ દ્વારા ભારતના કાયદાનું સતત ઉલ્લંઘન કરવામાં આવ્યું. જેક ડોર્સીએ હાલમાં જ એક યુટ્યુબ ચેનલ ‘બ્રેકિંગ પોઇન્ટ્સ’ને ઇન્ટરવ્યૂ આપ્યું હતું.
આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે, શું ક્યારેક કોઈ સરકાર તરફથી તેમના પર દબાવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો? તેના જવાબમાં જેક ડોર્સીએ કહ્યું કે, ‘એવું ઘણી વખત થયું. ભારતમાં જ જોઈ લો. ખેડૂત આંદોલન દરમિયાન ટ્વીટર હેન્ડલને બ્લોક કરવાની ઘણી ભલામણો કરવામાં આવી. તેમાંથી એવા પત્રકાર સામેલ હતા જે સરકારની નિંદા કરી રહ્યા હતા. આ દરમિયાન ધમકી આપવામાં આવી કે અમે ભારતમાં ટ્વીટર બંધ કરી દઇશું. અમે તમારા અધિકારીઓના ઘરો પર છાપેમારી કરીશું. જો તમે સૂટનું પાલન નહીં કરો તો તમારી ઓફિસો બંધ કરી દઇશું અને આ ભારત છે, એક લોકતાંત્રિક દેશ.’ જેક ડોર્સીએ પોતાના જવાબમાં તુર્કીનો પણ ઉલ્લેખ કર્યો.
જેક ડોર્સીના દાવા પર વિપક્ષ હુમલાવર થઈ ગયું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું કે, મોદી સરકારે ટ્વીટર પર દબાવ નાખ્યો કે ખેડૂતો અને ખેડૂત આંદોલનના અકાઉન્ટ્સ બંધ કરો. એ પત્રકારોના અકાઉન્ટ્સ બંધ કરો જે સરકારની નિંદા કરી રહ્યા છે. નહીં તો ટ્વીટર અને તેમના કર્મચારીઓને ત્યાં છાપેમારી કરવામાં આવશે. ટ્વીટરના કો-ફાઉન્ડર અને પૂર્વ CEO જેક ડોર્સીએ ટીવી ઇન્ટરવ્યૂમાં આ બધુ સ્વીકાર્યું. શું મોદી સરકાર તેના પર જવાબ આપશે? કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ કહ્યું કે, આ ભાજપના પ્રજાતંત્રની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય તસવીર છે. ગમે તેટલા શિલાન્યાસ કરી લો, પરંતુ આ પાપ કેવી રીતે ધોઈશું.’
ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રદ્યોગિકી રાજ્ય મંત્રી ચંદ્રશેખરે જેક ડોર્સીના આરોપો પર પલટવાર કર્યો છે. તેમણે તેને એકદમ ખોટો કરાર આપ્યો. રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, ટ્વીટર કદાચ પોતાના સૌથી શંકાસ્પદ દૌરને ઝાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કેટલાક ટ્રુથ અને ફેક્ટ પણ શેર કર્યા. તેમના જણાવ્યા મુજબ, જેક ડોર્સી અને તેમની ટીમ દ્વારા વારંવાર ભારતના કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. તેણે વર્ષ 2020-2022 સુધી કાયદાનું પાલન ન કર્યું. અંતે તેમણે જૂન 2022થી કાયદાનું અનુપાલન કર્યું.
તેમને દાવો કર્યો કે, ન કોઈ જેલ ગયું, ન ભારતમાં ટ્વીટર બંધ કરવામાં આવ્યું. જેક ડોર્સીના કાર્યકાળ દરમિયાન ટ્વીટરને ભારતીય કાયદાની સંપ્રભુતાને સ્વીકારમાં પરેશાની હતી. તેણે એવું કામ કર્યું, જેનાથી ભારતના કાયદા તેના પર લાગૂ નહીં થાય. એક સંપ્રભુ રાષ્ટ્રના રૂપમાં ભારતને એ સુનિશ્ચિત કરવાનો અધિકાર છે કે ભારતમાં કામ કરાનારી બધી કંપનીઓ તેના કાયદાનું પાલન કરે. વર્ષ 2021માં વિરોધ પ્રરદર્શનો દરમિયાન ઘણી બધી ખોટી જાણકારીઓ અને અહીં સુધી કે નરસંહારના રિપોર્ટ આવ્યા, જે ફેક હતા.
ભારત સરકારને પ્લેટફોર્મથી ખોટી જાણકારીઓ હટાવવા માટે બાધ્ય થવું પડ્યું કેમ કે તેમા એવા નકલી સમાચાર હતા, જેમાં સ્થિતિ વધુ ભડકાવવાની ક્ષમતા છે. જેક ડોર્સીના કાર્યકાળમાં ટ્વીટરે પક્ષપાતપૂર્ણ વ્યવહાર કર્યો, તેને ભારતમાં પ્લેટફોર્મથી ખોટી જાણકારી હટાવવામાં સમસ્યા હતી, જ્યારે અમેરિકામાં તેણે આ પ્રકારની ઘટનાઓને પોતે હટાવી. રેકોર્ડ માટે બતાવી દઇએ કે ન તો કોઈ પર છાપેમારી કરવામાં આવી અને ન તો કોઈને જેલ મોકલવામાં આવ્યા. અમારું ફોકસ માત્ર ભારતીય કાયદાનું અનુપાલન સુનિશ્ચિત કરવા પર હતું.
જેક ડોર્સીની ટ્વીટરની મનમાની, પક્ષપાતપૂર્ણ અને ભેદભાવપૂર્ણ આચરણ અને પોતાન પ્લેટફોર્મ પર પોતાની શક્તિનો દુરુપયોગ બાબતે સાર્વજનિક ડોમેનમાં પર્યાપ્ત પુરાવા છે. જેક ડોર્સીના કાર્યકાળમાં ટ્વીટર ન માત્ર ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું હતું, પરંતુ તે પક્ષપાતપૂર્ણ હતું કેમ કે તે આપણા સંવિધાનની કલમ 14, 19નું ઉલ્લંઘન કરતા મનમાની ઢંગે ખોટી જાણકારીઓને હથિયાર બનાવવામાં મદદ કરી રહ્યા હતા. ભારતમાં સક્રિય બધા પ્લેટફોર્મ માટે આપણી સરકારની નીતિઓ સ્પષ્ટ છે. ઈન્ટરનેટ સુરક્ષિત, ભરોસાપાત્ર અને જવાબદાર રહેલા સુનશ્ચિત કરવા માટે કાયદાનું અનુપાલન જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp