
ઝારખંડના શિક્ષણ મંત્રી જગરનાથ મહતોનું લાંબી બીમારીના કારણે ગુરુવારે નિધન થઈ ગયું છે. હાલમાં જ જગરનાથ મહતોને સ્વાસ્થ્યમાં સતત વધી રહેલી પરેશનીના કારણે રાંચીથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા. તો સારવાર દરમિયાન શિક્ષણ મંત્રી જગરનાથ મહતોએ છેલ્લા શ્વાસ લીધા હતા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સિવાય ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ અને ભાજપ સહિત ઝારખંડના પક્ષ-વિપક્ષની તમામ પાર્ટીઓએ નેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરતા કહ્યું કે, ‘અપૂરણીય ક્ષતિ! આપણાં ટાઈગર જગરનાથ દા નથી રહ્યા! આજે ઝારખંડે પોતાના એક મહાન આંદોલનકારી, ઝૂઝારું, કર્મઠ અને જનપ્રિય નેતા ગુમાવી દીધા. ચેન્નાઈમાં સારવાર દરમિયાન આદરણીય જગરનાથ મહતોજીનું નિધન થઈ ગયું. પરમાત્મા દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરીને શોકમગ્ન પરિવારને દુઃખની આ મુશ્કેલ પળમાં સહન કરવાની શક્તિ આપે. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન 14 માર્ચના રોજ અચાનક ફરીથી તેમની તબિયત બગડી ગઈ હતી. તેમને તાત્કાલિક રાંચીની પારસ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.
अपूरणीय क्षति!
— Hemant Soren (@HemantSorenJMM) April 6, 2023
हमारे टाइगर जगरनाथ दा नहीं रहे!
आज झारखण्ड ने अपना एक महान आंदोलनकारी, जुझारू, कर्मठ और जनप्रिय नेता खो दिया। चेन्नई में इलाज के दौरान आदरणीय जगरनाथ महतो जी का निधन हो गया।
परमात्मा दिवंगत आत्मा को शांति प्रदान कर शोकाकुल परिवार को दुःख की यह विकट घड़ी सहन करने की…
લાંબા સમયથી બીમાર ચાલી રહેલા શિક્ષણ મંત્રી જગરનાથ મહતોને ત્યારબાદ સારી સારવાર માટે મુખ્યમંત્રી હેમંત સોરેનની સલાહ પર રાંચીથી એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા. જગરનાથ મહતો કોરોના વાયરસની પહેલી લહેર દરમિયાન પણ લાંબા સમય સુધી બીમાર રહ્યા હતા.
ફેફસામાં સંક્રમણ ફેલાવાના કારણે તેમને ત્યારે પણ ચેન્નાઈની MGM હૉસ્પિટલમાં લગભગ 8 મહિના સુધી સારવાર કરાવવી પડી હતી. શિક્ષણ મંત્રી જગરનાથ મહતોના નિધન બાદ ઝારખંડના કેબિનેટમાં તેમના સહયોગી સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું કે, આજે આપણે એક પોતાના વાલી, ઝારખંડના એક આંદોલનકારી અને રાજ્ય જનતાએ એક લોકપ્રિય નેતા ગુમાવી દીધા.
— Jagarnath Mahto (@Jagarnathji_mla) April 6, 2023
તેમણે એક વાલીના રૂપમાં હંમેશાં મારું માર્ગદર્શન કર્યું. કોરોના કાળમાં તેમના કર્યા કુશળતાએ અમને બધાને પ્રોત્સાહિત કર્યા. પોતે કોરોના પોઝિટિવ હોવા છતા તેમણે હાર ન માની અને લડાઈ લડતા રહ્યા. આજે ભલે તેઓ મોત સામે હારી ગયા, પરંતુ ટાઈગર હંમેશાં જીવિત હતો અને પોતાના કર્મોથી જીવિત રહેશે. ઝારખંડ રાજ્ય આંદોલનમાં મહતોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તે રાજ્યની સેવા માટે હંમેશાં ઉપલબ્ધ રહેતા હતા. જગરનાથ મહતો ડુમરી વિધાનસભા સીટ પરથી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp