જ્યોતિરાદિત્ય સિંધિયા એવું શા માટે બોલ્યા કે, BJPમાં ન મારું છે, ન તારું છે...?

PC: indiatimes

મધ્ય પ્રદેશમાં ભાજપાની પહેલી લિસ્ટ આવી ગઇ છે. આ લિસ્ટમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના એક સમર્થકને ટિકિટ આપવામાં આવી નથી. જેને લઇ ભાજપા સાંસદે મૌન તોડ્યુ છે. ગ્વાલિયરમાં તેમણે કહ્યું કે, ભાજપા ચૂંટણી ઉમેદવારોની પસંદગી સમયે જીતવાની ક્ષમતાના કારક પર વિચાર કરે છે. જ્યારે કોંગ્રેસમાં જુથવાદ થાય છે. મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ભાજપાએ 17 ઓગસ્ટના રોજ રાજ્યની 39 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.

સિંધિયાએ કહ્યું કે, ભાજપામાં ટિકિટ આપતા સમયે ન મારું કે ન તારું જેવું નથી. દરેક ભાજપાનો ભાગ છે. અહીં કોંગ્રેસની જેમ કોઈ જુથવાદ નથી. જે વ્યક્તિની જીતવાની સારી સંભાવના છે, તેને ટિકિટ મળે છે. જ્યાતિરાદિત્ય સિંધિયાએ આ વાત તેમના સમર્થકોમાંના એકની ટિકિટ કપાઇ જવા પર કહી છે. 2020માં સિંધિયાની સાથે ભાજપામાં સામેલ થનારા તેમના સમર્થકોમાંથી 5 લોકો ગયા મહિને કોંગ્રેસમાં પાછા ફર્યા છે. તો વળી ભાજપા કાર્યસમિતિના સભ્ય રહેલા સમંદર પટેલ પણ બે દિવસ પહેલા કોંગ્રેસમાં સામેલ થયા છે. ઉમેદવારોની લિસ્ટમાં સિંધિયા ગુટના રણવીર જાટવને જગ્યા મળી નથી.

રણવીર જાટવને ટિકિટ ન મળવા પર નેતા પ્રતિપક્ષ ડૉ. ગોવિંદ સિંહે સિંધિયા પર હુમલો કરતા કહ્યું કે, સવાલ એ છે કે સિંધિયાજી જેમને સાથ લઇને ગયા હતા, તેમની રક્ષા કરવી પણ તેમનું કામ હતું, પણ તે એમની રક્ષા કરી શક્યા નહીં. હવે સિંધિયા પર કોણ વિશ્વાસ કરશે. જાટવને સિંધિયા સમર્થક નેતા માનવામાં આવે છે.

જાટવે પાછલી ચૂંટણીમાં ભિંડ જિલ્લાના ગોહદથી ભાજપાના SC જાતિના પ્રમુખ લાલસિંહ આર્યને 23 હજારથી વધુ વોટે હરાવ્યા હતા. તેમણે માર્ચ 2020માં સિંધિયા ગ્રુપના અન્ય કોંગ્રેસ ધારાસભ્યોની સાથે રાજીનામુ આપ્યું. નવેમ્બરમાં ભાજપાના ઉમેદવારના રૂપમાં પેટા-ચૂંટણી લડી, પણ કોંગ્રેસના મેવારામ જાટવ સામે હારી ગયા.

કોંગ્રેસે દાવો કર્યો કે, ભાજપા સરકાર હેઠળ મધ્ય પ્રદેશમાં 50 ટકા કમીશન રાજ વ્યાપ્ત છે. તો સિંધિયાએ વળતો જવાબ આપ્યો કે, વિપક્ષની પાર્ટીએ આત્મનીરિક્ષણ કરવાની જરૂર છે. ભાજપા સાંસદે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના 15 મહિનાના શાસનમાં(ડિસેમ્બર 2018થી માર્ચ 2020 સુધી) ખેડૂતો, યુવાઓ અને મહિલાઓ સાથે વિશ્વાસઘાત થયો. એનાથી વિપરીત ભાજપા સરકાર સુશાસન અને લોકોના કલ્યાણ માટે કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp