મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા કરાવી રહ્યા છે આંતરિક સરવે, આ નેતાનું CM તરીકે નામ

PC: abplive.com

ભોપાલ વિધાનસભા ચૂંટણી 2018માં કોંગ્રેસને મળેલી સફળતાની તર્જ પર પ્રદેશ કોંગ્રેસ કમિટિ (PCC)ના પ્રમુખે 2023માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. PCC પ્રમુખ કમલનાથ કોંગ્રેસ નેતાઓની સ્થિતિ જાણવા માટે તેમની પરિચિત શૈલીમાં ઇન્ટરનલ સર્વે કરાવી રહ્યા છે.

પહેલો સર્વે થઇ ચૂક્યો છે અને હવે બીજા સર્વેનીકામગીરી ચાલી રહી છે, જેનો રિપોર્ટ ફેબ્રુઆરી મહિનામાં આવશે. જો કે સર્વેના આધારે અંદરનો રિપોર્ટ સામે છે. તેમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના 37 ધારાસભ્યો અને 17 પૂર્વ મંત્રીઓની સ્થિતિ મજબૂત છે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પડકારવા માટે કમલનાથના સર્વેમાં મુખ્યમંત્રીના ચહેરાં તરીકે યુવા નેતા અર્જુન આર્યનું નામ સામે આવ્યું છે.

મધ્ય પ્રદેશમાં 2023માં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને હવે 8-9 મહિનાની વાર છે એટલે ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કોંગ્રેસ દ્વારા રાજ્યની 230 બેઠકો પર સર્વે કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના આયોજન મુજબ આ વખતે કોંગ્રેસ નબળી બેઠકો પર છ મહિના પહેલા પોતાના ઉમેદવારો ઉતારશે, જેથી ઉમેદવારો વિધાનસભા મતવિસ્તારમાં પોતાની સ્થિતિ મજબૂત કરી શકે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીતુ પટવારીને જ્યારે સર્વે વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યુ કે પાર્ટી લગાતાર સર્વે કરાવતી રહે છે. આ સર્વે વિશે વધારે જાણકારી નથી, પરંતુ એક વાત નક્કી છે કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે અને મુખ્યમંત્રી કમલનાથ હશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે PCCના પ્રમુખ કમલ નાથના ઇન્ટરનલ સર્વેમાં જે પૂર્વ મંત્રીઓ પાસ થયા છે, તેમાં રાજપુરથી બાલા બચ્ચન, લહારથી ડો. ગોવિંદ સિંહ, મહેશ્વરથી વિજય લક્ષમી સાધો, સોનકચ્છથી સજજન સિંહ વર્મા, રાઉથી જીતુ પટવારી સહિતના અનેક મંત્રીઓના નામ છે. કમલનાથના સર્વેમાં મજબુત જણાતા 37 ધારાસભ્યોને તૈયારી કરી દેવા કહી દેવામાં આવ્યું છે.

સર્વે રિપોર્ટમાં એવી 69 બેઠકો કે જ્યાં કોંગ્રેસ વર્ષોથી જીતી નથી ત્યાં છ મહિના અગાઉ ઉમેદવારો નક્કી કરવાની ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અહીં ઉમેદવારોને જનતામાં જવા માટે પૂરતો સમય મળવો જોઈએ. એટલું જ નહીં પાર્ટી સુપરવાઈઝરની નિમણૂક  કરવી જોઈએ.  જે બેઠકો પર કોંગ્રેસને સતત હાર મળી રહી છે એવી બેઠકોની જવાબદારી મહિલા કોંગ્રેસને સોંપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp