
મધ્ય પ્રદેશ કોંગ્રેસે શનિવારે હિંદુત્વની રાહમાં મોટું પગલું લીધુ. સંસ્કારધાની જબલપુરમાં મધ્ય પ્રદેશ કોંગ્રેસના ધર્મ તેમજ ઉત્સવ પ્રકોષ્ઠના બેનર હેઠળ ઘણા ધાર્મિક આયોજનો કરવામાં આવશે. તેનું ઉદ્ઘાટન પૂર્વ CM કમલનાથે કર્યું. તેમણે મા નર્મદાનું પૂજન, ભગવાન શિવનો અભિષેક અને ગૌ પૂજનની સાથે આ ધાર્મિક અભિયાનની શરૂઆત કરી. તેમણે આ સાથે જ એ ઈશારો પણ કરી દીધો કે, વર્ષ 2023માં કોંગ્રેસ ધર્મના આધાર પર ચૂંટણી લડી શકે છે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પર પણ આકરા શાબ્દિક પ્રહારો કર્યા.
પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ જબલપુરના બરગી વિધાનસભા સ્થિત નાદિયા ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લીધો. તેમણે નાદિયા ઘાટમાં 21 ફૂટ ઊંચા નંદીશ્વર શિવલિંગનું ભૂમિ પૂજન અને હવન કર્યો. ત્યારબાદ તેઓ યાત્રામાં સામેલ થઈ ગયા. તેમણે અહીં મીડિયા સાથે વાતચીત પણ કરી. તેમણે કહ્યું કે, ધર્મનો ઠેકો માત્ર BJPએ નથી લઈ રાખ્યો. કોંગ્રેસ ધાર્મિક આયોજન ખૂબ જ પહેલાથી કરતી આવી રહી છે. પરંતુ, ક્યારેય તેની પબ્લિસિટી નથી કરતી.
તેમણે કહ્યું કે, મેં સૌથી મોટા હનુમાન મંદિરનું નિર્માણ પણ કરાવ્યું છે પરંતુ, તેનો પ્રચાર નથી કર્યો. BJP માત્ર ધર્મના આધાર પર રાજકારણ કરવા માંગે છે. બીજી તરફ, પૂર્વ CM કમલનાથે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા માટે કરવામાં આવેલા ટ્વીટ અને તેના પર સિંધિયાના જવાબ પર ફરી એકવાર પલટવાટ કર્યો. તેમણે કહ્યું કે, હવે કોંગ્રેસને તોપોની કોઈ જરૂર નથી. જનતા તેમની જ 15 મહિનાની સરકારને યાદ કરી રહી છે.
એટલું જ નહીં, પૂર્વ CM કમલનાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર પણ તીખો હુમલો કર્યો. તેમણે કહ્યું કે, ચૂંટણીના સાત મહિના પહેલા CM શિવરાજ સિંહ ચૌહાણને મહાકૌશલ યાદ આવી રહ્યા છે. આ બધુ માત્ર ચૂંટણી નાટક છે. ત્યાં સુધી કે BJPની વિકાસ યાત્રા પણ ફ્રોડ યાત્રા છે. કમલનાથે સરકાર પર સવાલ ઊભા કરતા કહ્યું કે, છેલ્લાં સાત મહિનાથી BJP જનતાને ગુમરાહ કરીને આખરે શું કરવા ઈચ્છે છે. કોંગ્રેસે ‘નવું વર્ષ નવી સરકાર’ના નારા સાથે રાજકીય વર્ષ 2023નો આગાઝ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp