વિપક્ષે તેમના ગઠબંધનને શા માટે INDIA નામ આપ્યું, સિબ્બલે આપ્યું કારણ

PC: indiannewsweekly.com

આવનારી લોકસભાની ચૂંટણી 2024ને લઇ રાજકારણ ગરમાયુ છે. વિપક્ષ ભાજપાના નેતૃત્વવાળી NDAને પડકારવા અને સત્તામાંથી હટાવવા માટે એકસાથે આવ્યા છે. તેને લઈ બેંગલોરમાં 17 અને 18 જુલાઈના રોજ બે દિવસ સુધી વિપક્ષની પાર્ટીઓએ મંથન કર્યું. વિપક્ષના આ મહાગઠબંધનને INDIA નામ આપવામાં આવ્યું છે.

જેને લઈ રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે જણાવ્યું કે શા માટે વિપક્ષ પાર્ટીઓ દ્વારા આ નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું, આવનારા મહીનાઓમાં આ લડાઈ ભારત વિરુદ્ધ PM મોદી રહેશે. વિપક્ષમા દરેક લોકો એકસમાન ભારત માટે લડી રહ્યા છે. જે બંધારણમાં લખ્યું છે અને પ્રધાનમંત્રી મોદી વિશિષ્ટ ભારત માટે લડી રહ્યા છે. આ કારણે INDIA નામ આપવામાં આવ્યું છે.

કપિલ સિબ્બલે વંશવાદી રાજકારણના પ્રધાનમંત્રી મોદીની ટિપ્પણી પર કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી કયા વંશવાદી રાજકારણની વાત કરી રહ્યા છે. શું અરવિંદ કેજરીવાલ એક વંશના છે કે અશોક ગેહલોત એક વંશના છે. આ નિવેદન સત્યથી ઘણું દૂર છે. જેનો કોઈ આધાર નથી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, દેશ વંશવાદી રાજકારણ અને પાર્ટીઓથી બહાર આવી ગયો છે. હવે આવી પાર્ટીઓ માટે ટકી રહેવું અઘરુ બની ગયું છે. ભારતની જનતા હવે આવી માનસિકતાને સ્વીકારશે નહીં.

જયરામ રમેશની ટ્વીટ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરી રહ્યું કે, ભારતીય બંધારણની ધારા 1 ઈન્ડિયા એટલે કે ભારત, રાજ્યોનો એક સંઘ રહેશે. બેંગલોરમાં 26 રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ INDIA પાછળ આ જ ભાવના છે.

NDAનું ગઠન સરકાર બનાવવા કે સત્તા હાંસલ કરવા થયું નથી

NDAની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કોઈપણ પાર્ટી નાની કે મોટી હોતી નથી. સૌ કોઈએ સાથે મળીને કામ કરવાનું રહેશે. આપણી વિચારધારા નેશન ફર્સ્ટ, પ્રોગ્રેસ ફાસ્ટની છે. NDAનું ગઠન માત્ર સરકાર બનાવવા અને સત્તા હાંસલ કરવા માટે થયું નથી. સાથે જ NDA કોઈના વિરોધમાં કે સત્તા પરથી હટાવવા માટે બન્યું નથી. બલ્કે NDAનું ગઠન દેશની સત્તામાં સ્થિરતા લાવવા માટે કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp