બજરંગ દળ પર બેનના વાયદાથી કોંગ્રેસને નુકસાન કે ફાયદો? સરવેમાં લોકોએ ચોંકાવ્યા

PC: thehindu.com

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં વાયદો કર્યો છે કે, રાજ્યમાં સરકાર બન્યા બાદ બજરંગ દળ પર કાર્યવાહી કરશે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જય બજરંગબલીના નારા લગાવતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહી રહ્યા છે કે, તે બજરંગબલીના ભક્તોને તાળાંમાં બંધ કરવાનો પ્રયાસ છે. આ દરમિયાન ABP ન્યૂઝ માટે C વૉટરે સરવે કર્યું કે બજરંગ દળ પર બેન લગાવવાના કોંગ્રેસના વાયદાથી કોંગ્રેસને નુકસાન થશે કે ફાયદો? તેના પર 37 ટકા લોકોએ ફાયદો થવાની વાત કહી છે. તો 44 ટકા લોકોએ કહ્યું કે, તેનાથી કોંગ્રેસને નુકસાન થશે, તો બીજી તરફ 19 ટકા લોકોએ કહ્યું કે, અત્યારે કશું કહી નહીં શકાય.

બજરંગ દળ પર બેનનો વાયદા કરવાથી કોંગ્રેસને નુકસાન થશે કે ફાયદો?

ફાયદો: 37 ટકા

નુકસાન: 44 ટકા

ખબર નહીં: 19 ટકા

શું છે મામલો?

કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં કહ્યું કે, ‘કોઈ વ્યક્તિ કે બજરંગ દળ, PFI અને નફરત તેમજ શત્રુતા ફેલાવતા બીજા સંગઠન, ભલે તે બહુમતીઓ વચ્ચે હોય કે લઘુમતીઓ વચ્ચેના હોય, તેઓ કાયદા અને સંવિધાનનું ઉલ્લંઘન નહીં કરી શકે. અમે એવા સંગઠનો પર કાયદા હેઠળ પ્રતિબંધ લગાવવા સહિતની નિર્ણાયક કાર્યવાહી કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (3 મેના રોજ) કર્ણાટકમાં પોતાની ત્રણેય જનસભાઓ દરમિયાન ‘જય બજરંગબલી’ના નારા લગાવ્યા. તેનાથી એક દિવસ અગાઉ એટલે કે 2 મે, મંગળવારના રોજ વિજયનગર જિલ્લાના હોસપેટેમાં કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં બજરંગબલીને તાળામાં બંધ કરવાનો નિર્ણય લીધો છે.

કોંગ્રેસે શું કહ્યું?

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમારે કહ્યું કે, સરકાર આવવા પર રાજ્યમાં હનુમાન મંદિર બનાવીશું. કર્ણાટકમાં એક જ ચરણમાં ચૂંટણી અને તેનું પરિણામ 13 મેના રોજ આવશે. ઉલ્લેખનીય છે કે, ABP ન્યૂઝ માટે C વૉટરે સરવેમાં 8 હજાર 272 લોકો સાથે વાત કરી હતી. સરવે ગુરુવારે આખો દિવસ કરવામાં આવ્યો હતો. આ સરવેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3 થી પ્લસ માઇનસ 5 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp