26th January selfie contest

કર્ણાટકમાં કોની બનશે સરકાર, જોઈ લો શું કહે છે બધા એક્ઝિટ પોલ

PC: webdunia.com

આખરે એ સમય આવી ગયો. એક્ઝિટ પોલમાં કર્ણાટકની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. મોટાભાગના એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સત્તા પલટવાના ઇરાદા સાથે વોટ આપનારા મતદાતાઓની સંખ્યા વધુ છે. એક્ઝિટ પોલની માનીએ તો કર્ણાટકમાં યથાસ્થિતિ બનાવી રાખવાની ઇચ્છા રાખનારા વોટરોની ઇચ્છા પૂરી નહીં થશે. આમ તો 13 મેના રોજ વાસ્તવિક પરિણામ આવશે પરંતુ, ન્યૂઝ ચેનલોના સર્વેમાં જે સામે આવ્યું, તે એ છે કે કર્ણાટકમાં વીતેલા 35 વર્ષોની પરંપરા જ કાયમ રહેશે. પરંપરા દરેક ચૂંટણીમાં સરકાર બદલવાની, જેવુ હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં પણ થતું આવ્યું છે.

જોકે, એક ઝોલ છે. કોંગ્રેસ પાર્ટીને મોટાભાગના અનુમાનોમાં લીડ મળતી દેખાઈ તો રહી છે પરંતુ, એકલા દમ પર બહુમત મળતી નથી દેખાઈ રહી. એવામાં ત્યાં ત્રિશંકુ વિધાનસભાના ચાન્સ વધુ લાગી રહ્યા છે. જો રિયલ રિઝલ્ટમાં પણ જનાદેશ હંગ એસેમ્બલીનો જ આવ્યો તો કંઈ પણ થઈ શકે છે. ત્યારે ઘણુ બધુ એ વાત પર નિર્ભર કરશે કે કોંગ્રેસ અને BJPની વચ્ચે સીટોનું અંતર કેટલું રહે છે. પછી આ ગેમના ત્રીજા ખેલાડી JDSની પણ પ્રમુખ ભૂમિકા રહેશે. હાલ એક્ઝિટ પોલ્સ કઈ તરફ ઈશારો કરી રહ્યા છે, તેના પર એક નજર કરીએ.

એબીપી ન્યૂઝ અનુસાર, કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીને 100થી 112 સીટો મળી શકે છે. તમામ સર્વેમાં આ એકમાત્ર છે જેમા કોંગ્રેસ પાર્ટીને 224 સીટોની કર્ણાટક વિધાનસભામાં પોતાના દમ પર બહુમતના જાદુઈ આંકડા 113 સુધી પહોંચવાના આસાર વ્યક્ત કરવામાં આવ્યા છે. એબીપી ન્યૂઝ અનુસાર, BJPને 83-95, JDSને 21-39 જ્યારે અન્યને 2-6 સીટો મળવાનું અનુમાન છે. ટાઇમ્સ નાઉ નવભારતના સર્વેમાં સામે આવ્યું છે કે, આ વખતે કર્ણાટકની જનતાએ સરકાર બદલવા માટે વોટ કર્યો છે. તે અનુસાર, કોંગ્રેસને 106-120, BJPને 78-92, JDSને 20-26 જ્યારે અન્યને 2-4 સીટો મળી શકે છે.

ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 103-118, BJPને 79-94, JDSને 25-33 જ્યારે અન્યને 2-5 સીટો મળવાનું અનુમાન છે. TV9 ના એક્ઝિટ પોલ અનુસાર, 99-109 સીટો સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હશે જ્યારે BJPને 88-98, JDS 21-26 અને અન્ય 0-4 સીટો મળી શકે છે.

ન્યૂઝ નેશન અને સુવર્ણ ન્યૂઝના સર્વેમાં BJPને કોંગ્રેસ પર જીત મળતી દેખાઈ રહી છે. ન્યૂઝ નેશને કહ્યું કે, કર્ણાટકમાં BJPને 114 સીટો મળવાનું અનુમાન છે જ્યારે કોંગ્રેસને 86 સીટો મળી શકે છે. તેના અનુસાર, JDSને 21 જ્યારે અન્યને 3 સીટો મળી શકે છે. તેમજ, કર્ણાટકની મોટી ન્યૂઝ ચેનલ સુવર્ણ ન્યૂઝ અનુસાર, BJPને 94-117, કોંગ્રેસને 91-106 જ્યારે JDSને 14-24 સીટો મળી શકે છે.

ઇન્ડિયા ટુડે- એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, BJPને 62-80 સીટો, કોંગ્રેસને 122-140 સીટો, JDSને 20-25 સીટો અને અન્યને 0-3 સીટો મળી શકે છે. જન કી બાતના સર્વે અનુસાર, BJPને 94-117 સીટો, કોંગ્રેસને 91-106 સીટો, JDSને 14-24 સીટો જ્યારે અન્યને 0-2 સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મેટ્રાઇઝ અનુસાર, BJPને 79-94 સીટો, કોંગ્રેસને 103-118 સીટો, JDSને 25-33 સીટો, અન્યને 2-5 સીટો મળી શકે છે.

PMARQના સર્વે અનુસાર, BJPને 85-100 સીટો, કોંગ્રેસને 94-108 સીટો, JDSને 24-32 સીટો જ્યારે અન્યને 2-6 સીટો મળી શકે છે. સી-વોટર અનુસાર, BJP- 83-95 સીટો, કોંગ્રેસ- 100-112 સીટો, JDS 21-29 સીટો અને અન્યને 2-6 સીટો મળી શકે છે. પોલસ્ટ્રેટ અનુસાર, BJPને 88-98 સીટો, કોંગ્રેસને 99-109 સીટો, JDSને 21-26 સીટો જ્યારે અન્યને 0-4 સીટો મળવાની સંભાવના છે.

કર્ણાટકમાં BJPની બસવરાજ બોમ્મઈ સરકાર વિરુદ્ધ સત્તા વિરોધી લહેરનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ કથિત એન્ટી ઇન્કમ્બેન્સીનો લાભ લેવા પૂરી તાકાત લગાવી દીધી. દેશની સૌથી જુની પાર્ટીના ટોચ પર બિરાજમાન ગાંધી પરિવારના ત્રણેય નેતા- સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ઘણો પ્રચાર કર્યો. જોકે, ચૂંટણી રણનીતિકારોનું કહેવુ છે કે, કોંગ્રેસના ટોચના નેતૃત્વના બે પ્રમુખ ચેહરા- પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને હાલના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ BJPને મોટી તક આપી દીધી. સોનિયા ગાંધીએ કર્ણાટકની સંપ્રભુતાની વાત કરી તો ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેરીલો સાંપ ગણાવી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp