કર્ણાટકમાં ગર્જ્યા શાહ, કહ્યું- જો કોંગ્રેસ આવશે તો ફરી દંગા થશે
કર્ણાટકના બાગલકોટમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યમાં પીએફઆઈની ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે PM નરેન્દ્ર મોદીના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. કર્ણાટકમાં BJP માટે પ્રચાર કરતા અમિત શાહે કહ્યું કે, રાજ્ય પીએફઆઈથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત હતું અને કોંગ્રેસે છેલ્લાં 70 વર્ષોથી તેના વિશે કંઈ જ કર્યું નથી. જ્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સવારે એ તમામને જેલમાં નાંખી દીધા. કર્ણાટક વિધાનસભા ચૂંટણી અંગે અમિત શાહે કહ્યું કે, આ વિધાનસભાની ચૂંટણી માત્ર એક ધારાસભ્ય પસંદ કરવા માટેની ચૂંટણી નથી પરંતુ, રાજ્યના ભવિષ્યને PM મોદીના હાથોમાં સોંપવા માટેની નિર્ણાયક ચૂંટણી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, આ કર્ણાટકને એક વિકસિત રાજ્ય બનાવવા અને અહીં રાજકીય સ્થિરતા લાવવા માટેની ચૂંટણી છે. જો કોંગ્રેસ કર્ણાટકમાં સત્તામાં આવશે, તો રાજ્યમાં ભ્રષ્ટાચાર, તૃષ્ટિકરણની રાજનીતિ, પારીવારિક રાજનીતિ અને દંગા હંમેશાં ચરમ પર હશે. અમિત શાહે બાગલકોટમાં જનતા દળ (એસ) પર પણ જોરદાર નિશાનો સાધ્યો હતો. અમિત શાહે કહ્યું કે, જનતા દળ (એસ) ને વોટ આપવાનો મતલબ પોતાનો વોટ કોંગ્રેસને આપવો એવો છે. જો તમે ના ઇચ્છતા હો કે તમારો વોટ કોંગ્રેસને જાય તો કર્ણાટકના સમગ્ર વિકાસ માટે BJP ને વોટ આપજો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને BJP નેતા અમિત શાહે કહ્યું કે, BJP ના કેટલાક નેતાઓના કોંગ્રેસમાં ગયા બાદ તેમને લાગે છે કે તેનાથી કોંગ્રેસને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. પરંતુ, હકીકતમાં એવુ કંઈ જ નહીં થશે. અમિત શાહે કહ્યું કે, જ્યારે તમે BJP છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા નેતાઓના ભરોસે ચૂંટણી લડો છો તો એ સ્પષ્ટ રીતે દેખાય છે કે તમારી પાર્ટી (કોંગ્રેસ) માં દેવાળિયુ છે. કર્ણાટક સરકારે મુસલમાનો માટે 4% OBC આરક્ષણને સમાપ્ત કરવાના નિર્ણય પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, અમારું માનવુ છે કે, ધર્મના આધાર પર આરક્ષણ ના આપવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના પ્રવાસ પર છે. રવિવારે રાત્રે તેઓ બેંગલુરુ પહોંચ્યા હતા. સોમવારે સવારે સૌથી પહેલા મૈસૂર ગયા અને શ્રી ચામુંડેશ્વરી દેવી મંદિરમાં પૂજા કરી. ત્યારબાદ તેઓ ચામરાજનગર જિલ્લાના ગુંડલુપે પહોંચ્યા. જ્યાં તેમણે પહેલો રોડ શો કર્યો હતો. ત્યારબાદ તેઓ સકલેશપુર પહોંચ્યા હતા, જ્યાં પણ તેમણે બીજો રોડ શો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp