કર્ણાટકમાં અપશુકનિયાળ રહી છે સ્પીકરની ખુરશી, વિધાનસભા અધ્યક્ષ બનતા ખચકાય છે નેતા

PC: Khabarchhe.com

કર્ણાટકમાં કોંગ્રેસના જે કોઈ વરિષ્ઠ નેતાને સ્પીકર પદની રજૂઆત કરવામાં આવી રહી છે, તેઓ આ જવાબદારી લેવાની ના પાડી રહ્યા છે. જાણકારો મુજબ, તેમને આ ખુરશી સાથે જોડાયેલી મનહૂસિયતનો ડર સતાવી રહ્યો છે. કર્ણાટકમાં વિધાનસભા અધ્યાક્ષ બનનારા નેતાઓને આગામી ચૂંટણીમાં હાર મળી છે અને તેમનું રાજનૈતિક કરિયર પૂરી રીતે સમાપ્ત થઈ ગયું છે. ગત ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ રહેલા વિશ્વેશ્વર હેગાડે કાગેરી પણ ચૂંટણી હારી ગયા.

તેમની હારે પાર્ટીને ઝટકો આપ્યો અને એક મજબૂત નેતાના રૂપમાં તેમની તાકત પર સવાલ ઊભા કરી દીધા. રાજનૈતિક જાણકારોનું કહેવું છે કે, વર્ષ 2004 બાદ જે પણ આ પ્રતિષ્ઠિત પદ પર બેઠું, તેને પોતાનું રાજનૈતિક કરિયરમાં જોરદાર ઝટકો લાગ્યો છે. કે.આર. પેટ સીટથી કૃષ્ણા, જે એસ.એમ. કૃષ્ણાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકરમાં વર્ષ 2004માં વિધાનસભાના અધ્યક્ષ બન્યા હતા, તેઓ વર્ષ 2008માં ચૂંટણી હારી ગયા. વર્ષ 2013માં વિધાનસભાના અધ્યક્ષ બનનારા વરિષ્ઠ કોંગ્રેસી નેતા કગોડૂ થિમ્મપ્પા વર્ષ 2018માં ચૂંટણી હરી ગયા.

વર્ષ 2016માં આ ખુરશી પર બેસનાર 5 વખતના ધારાસભ્ય કે.બી. કોલીવાડ પણ વર્ષ 2018માં સામાન્ય ચૂંટણી હારી ગયા અને વર્ષ 2019માં પેટાચૂંટણી પણ હારી ગયા. કોંગ્રેસ-JDS સરકારમાં વર્ષ 2018 સ્પીકર રહેલા રમેશ કુમાર 10 મેના રોજ થયેલી ચૂંટણીમાં હારી ગયા હતા. કોંગ્રેસ પાર્ટીને પદ માટે વરિષ્ઠોને મનાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આર.વી. દેશપાંડે સોમવારે શરૂ થઈ રહેલા વિધાનસભાના 3 દિવસીય પહેલા સત્રમાં અસ્થાયી અધ્યક્ષ બનશે અને સત્ર દરમિયાન નવા અધ્યક્ષની ચૂંટણી થશે.

કોંગ્રેસના પદાધિકારીઓએ જણાવ્યું કે, ડૉ. જી પરમેશ્વરે સીધી રીતે પ્રસ્તાવાનો અસ્વીકાર કરી દીધો અને તેમને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા. પાર્ટી ટી.બી. જયચંદ્ર, એચ.કે. પાટીલ, બી.આર. પાટીલ અને વાઈ.એન. ગોપાલકૃષ્ણ જેવા વરિષ્ઠ નેતાઓમાંથી કોઈ એકને સ્પીકર બનાવવા પર વિચાર કરી રહી છે. જો કે, તેમાંથી કોઈ પણ ઇચ્છુક નથી. જયચંદ્ર જે વર્ષ 2019ની પેટાચૂંટણીમાં પોતાની સીટ ભાજપ સામે હારી ગયા હતા, આ વખત જીત મળી છે. એચ.કે. પાટીલ ગદગથી એક પ્રમુખ લિંગાયત નેતા છે અને તેમને કેબિનેટમાં સામેલ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બી.આર. પાટિલ અલાંદ મતવિસ્તારથી છે.

પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર અને ભાજપના વરિષ્ઠ નેતા કે.જી. બોપૈયા જે કર્ણાટકમાં ભાજપ સરકારમાં સ્પીકર હતા. હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં હારી ગયા, જેથી તેમના રાજનૈતિક કરિયરને ઝટકો લાગ્યો છે. જાણકારોનું કહેવું છે કે, જે નેતાઓને પદની રજૂઆત કરવામાં આવી રહી છે, તેઓ અધ્યક્ષ બનવાની જગ્યાએ ધારાસભ્ય બન્યા રહેવાનું પસંદ કરશે. કેબિનેટ વિસ્તારમાં મંત્રી પદની આશા પણ એક કારણ છે, પરંતુ મુખ્ય રૂપે મનહૂસિયતનો ડર છે જે તેમને સ્પીકરની જવાબદારી લેતા રોકી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp