કેજરીવાલના જાહેરાતો પર કરાતા ખર્ચને લઇને દિલ્હીનું બજેટ અટવાયું, કેન્દ્રએ...

PC: livemint.com

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો દાવો છે કે, કેન્દ્રએ દિલ્હી સરકારના બજેટ પર રોક લગાવી દીધી છે, જેને આજે વિધાનસભામાં રજૂ કરવાનું હતું. દિલ્હી સરકારનું કહેવું માનીએ તો કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય તરફથી અત્યાર સુધી બજેટને અપ્રૂવલ મળ્યું નથી. દિલ્હીના બજેટને કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી હોય છે, ત્યારબાદ તેને સદનમાં રજૂ કરી શકાય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ખાનગી ચેનલના કાર્યક્રમાં દાવો કર્યો હતો કે 21 માર્ચના રોજ દિલ્હીની બજેટ રજૂ નહીં થાય.

રિપોર્ટ્સ મુજબ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વધારે દિલ્હી સરકારે જાહેરાત પર ખર્ચનું બજેટ મોકલ્યું હતું. તેના પર ગૃહ મંત્રાલયે નોટિસ આપીને સરકાર પાસે સ્પષ્ટીકરણ માગ્યું હતું, પરંતુ અત્યાર સુધી દિલ્હી સરકારે જવાબ આપ્યો નથી. આ કારણે ગૃહ મંત્રાલયે બજેટ રોક્યું છે. ગૃહ મંત્રાલયે દિલ્હી સરકારના બજેટને અત્યાર સુધી અપ્રૂવલ એટલે નથી આપ્યું કેમ કે જે બજેટ દિલ્હી સરકારે બનાવીને મોકલ્યું હતું, તેનાથી કેન્દ્ર સરકાર સંતુષ્ટ નહોતી. દિલ્હી સરકારના પ્રસ્તાવિત બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય, સામાન્ય જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઓછું આપવામાં આવ્યું હતું.

દિલ્હી સરકારના બજેટમાં જાહેરાત પર વધારે ભાર આપવામાં આવ્યું હતું. એટલે કહેવામાં આવ્યું હતું કે, ફરી બજેટમાં સુધાર કરીને મોકલો, પરંતુ દિલ્હી સરકારે અત્યાર સુધી બજેટ મોકલ્યું નથી. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર 17 માર્ચથી શરૂ થયું હતું. તો દિલ્હીનું બજેટ 21 માર્ચ એટલે કે આજે રજૂ થવાનું હતું, પરંતુ હવે કેજરીવાલ સરકારના દાવા મુજબ આજે બજેટ નહીં થઈ શકે. મંગળવારે દિલ્હીનું બજેટ મંત્રી કૈલાશ ગહલોત રજૂ કરવાના હતા. 20 માર્ચના રોજ નાણામંત્રી કૈલાશ ગેહલોતે ઈકોનોમિક સર્વે અને આઉટકમ બજેટ ટેબલ કર્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય તરફથી અત્યાર સુધી બજેટને અપ્રૂવલ મળ્યું નથી.

દિલ્હી સરકાર માનીને ચાલી રહી હતી કે 20 તારીખે સાંજ સુધી બજેટનું અપ્રૂવલ આવી જશે, પરંતુ એમ ન થયું. AAPએ કહ્યું કે, વડાપ્રધાન બજેટ રજૂ થવા દે. તો દિલ્હી સરકાર તરફથી મોટો દાવો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીની સરકારે કહ્યું કે, ગૃહ મંત્રાલય ખોટું બોલી રહ્યું છે. કુલ 78,800 કરોડનું બજેટ છે. તેમાં 22,00 કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ થશે, જાહેરાત પર માત્ર 550 કરોડ ખર્ચ થશે. ગયા વર્ષે પણ જાહેરાતનું બજેટ એટલું જ હતું. જાહેરાતના બજેટમાં કોઈ વધારો થયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp