કેજરીવાલના ઘરના 45 કરોડ, BJPના આરોપ પર AAPએ PM મોદીના કયા ખર્ચા યાદ અપાવ્યા

PC: ndtv.com

કેજરીવાલના ઘર પર બબાલ શરૂ થઇ છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી સામ સામે પ્રહારો કરી રહ્યા છે. ભાજપે કહ્યુ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ઘર 45 કરોડ રૂપિયાનું છે તો આમ આદમી પાર્ટીએ પ્રધાનમંત્રીએ કરેલા ખર્ચાનો હિસાબ આપી દીધો હતો. કોંગ્રેસે પણ આ બબાલમાં ઝંપલાવ્યું છે અને  અરવિંદ કેજરીવાલના શપથ વખતની યાદ અપાવી દીધી છે.

અરવિંદ કેજરીવાલના ઘરના રિનોવેશનમાં 45 કરોડ રૂપિયાના ખર્ચને વિપક્ષ ભાજપે મુદ્દો બનાવ્યો છે. BJPએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 'શીશમહલના રાજા' ગણાવ્યા છે. સાથે તેમના રાજીનામાની માંગણી કરી છે. અહીં AAPએ પણ જવાબ આપ્યો છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે ઘર 80 વર્ષ જૂનું છે. તેના ઘણા રૂમની છત પડી ગઈ છે. સમારકામ જરૂરી છે. પાર્ટીએ PM મોદીના ઘર અને તેના રિનોવેશનનો ઉલ્લેખ કર્યો છે.

આમ આદમી પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે એ ઘર જીર્ણ- શીર્ણ અવસ્થામાં હતું. ત્યાં ગંભીર ઘટનાઓ બની. એક વખત મુખ્યમંત્રીના માતા-પિતાના રૂમમાં છત પડી હતી. CMના બેડરૂમની અને ઓફીસની છત પણ પડી હતી. એ પછી PWDએ નવા ઘરની ભલામણ કરી હતી. એ ઘર મુખ્યમંત્રીનું નથી. સરકાર દ્રારા ફાળવવામાં આવેલું છે.

આમ આદમી પાર્ટીએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રીના ઘરની અંદાજિત કિંમત 467 કરોડ રૂપિયા છે. સેન્ટ્રલ વિસ્ટાની અંદાજિત કિંમત 20,000 કરોડ રૂપિયા છે. ઉપરાંત PMના રેસ કોર્સ વાળા ઘરના રિનોવેશનની અંદાજીત ખર્ચ 27 કરોડથી 3 ગણો વધીને 89 કરોડ કરવામાં આવ્યો હતો. દિલ્હીના LGના ઘર માટે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

આ પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે 44.78 કરોડ રૂપિયામાં પોતાના ઘરનું સોંદર્યકરણ કરાવ્યું છે. AAPનું કહેવું છે કે ભાજપ જરૂરી મુદ્દાઓને ભટકાવવા માંગે છે. કોંગ્રેસ નેતા અજય માકને પણ ટ્વીટ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું શપથ પત્ર બતાવ્યું, જેમાં કેજરીવાલ કોઇ પણ સરકારી સુવિધા લેશે નહીં તેવો  ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, જ્યારે કેજરીવાલ 2015માં આ ઘરમાં આવ્યા ત્યારે તે લગભગ 1,400 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું હતું. તેમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરનો સમાવેશ થાય છે. દસ્તાવેજો દર્શાવે છે કે નવીનીકરણ પછી, મકાનમાં વધારાનો માળ છે અને કુલ વિસ્તાર વધીને 1,905 ચો.મી.થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp