
જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) મુખિયાએ બે દિવસ અગાઉ પૂંછ જિલ્લાના એક મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો. આ મામલે ઘણી મુસ્લિમ સંસ્થાઓ તેમના વિરોધમાં આવી ગઈ છે. આ ક્રમમાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં થિયોલોજી વિભાગના પૂર્વ ચેરમેન અને મુસ્લિમ ધર્મગુરુ મુફ્તી જાહીદ અલી ખાને કહ્યું કે, એ સિવાય જે કોઈ બીજાની ઈબાદત કરે છે, તે ઇસ્લામથી નામંજૂર છે. શિવલિંગ પર જળ ચડાવવું પૂજા હોય છે. જે પૂજા કરશે તે ઇસ્લામમાં નામંજૂર હશે.
પ્રોફેસર મફ્તી જાહીદ ખાને કહ્યું કે, એમ કરનારાઓએ ઇસ્લામમાં પાછું આવવા માટે ફરી ઘણા કામ કરવા પડશે. મેહબૂબા મુફ્તીએ ઇસ્લામની તાલીમાત વિરુદ્ધ કામ કર્યું છે. ઇસ્લામ માત્ર અલ્લાહની ઈબાદતની મંજૂરી આપે છે, જે એમ કરશે તે ઇસ્લામની તાલીમાત વિરુદ્ધ હશે. મુસ્લિમોને ત્યાં જન્મ થવાથી કોઈ મુસ્લિમ નથી થઈ જતું અને ગેર-મુસ્લિમના ઘરે જન્મ થવાથી ગેર-મુસ્લિમ નથી હોતું. અલ્લાહ સિવાય કોઇની પણ ઈબાદત કરનાર કાફિર હોય છે.
Khatoon Mehbooba Mufti is praying in a Hindu temple, fatwa coming up in 3…2…1 pic.twitter.com/pMS4Ls1CEh
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) March 16, 2023
એમ કરનારાઓને ફરી ઇસ્લામ ધર્મમાં આવવા માટે કલમા-એ-તૈયબન અને કલમા-એ-શાદત વાંચવું પડશે. ઇસ્લામ મુજબ, અકીદા રાખવા પર મુસ્લિમ થાય છે. કોઈ જન્મથી મુસ્લિમ હોતું નથી. સગીર થયા બાદ અલ્લાહ પર ઈમાન લાવવું અને તમામ નવીઓ પર ઈમામ લાવવાનું હોય છે. ભારતમાં નવી પણ છે, આપણાં વડવાઓ કહેતા હતા કે રામચંદ્ર અને કૃષ્ણ પણ નવી હતા અને શિવજી પણ નવી હતા. જો એ જ વાત યોગ્ય સાબિત થાય છે કેમ કે અલ્લાહે દરેક જગ્યાએ નવી મોકલ્યા છે રસૂલ મોકલ્યા છે, પરંતુ આ હદ સુધી જો અલ્લાહના નવી છે તો આપણે ઈમાન લાવીએ છીએ.
Breaking news: Hope you all know PDP chief Mehbooba Mufti.
— Ashwini Shrivastava (@AshwiniSahaya) March 16, 2023
She visited Navagraha temple in poonch and performed Jalabhishek on shivling.
Now few people will say it is fake.
Image source : ANI pic.twitter.com/f8l6NKsNIK
આ અંગે દેવબંદી ઉલેમા મુફ્તી અસદ કાસમી પણ મેહબૂબા મુફતીને ખરું-ખોટું સંભળાવી ચૂક્યા છે. ઉલેમાએ કહ્યું હતું કે, મેહબૂબા મુફ્તી જે કર્યું, તેએ ખોટું છે. તેમણે આ પ્રકારના કામ ન કરવા જોઈએ. મેહબૂબા મુફ્તી હોય કે સામાન્ય મુસ્લિમ, કોઈએ પણ એમ ન કરવું જોઈએ, જેની ઇસ્લામમાં કોઈ જગ્યા ન હોય. મેહબૂબા મુફ્તી જાણે છે કે ઇસ્લમમાં શું ખોટું છે. જો કે, તેમણે કહ્યું કે, ભારતમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. તે શું કરી રહ્યો છે. તે કેમ કરી રહ્યો છે, કેમ નથી કરી રહ્યો, તે પોતાની મરજીનો માલિક છે, પરંતુ જે તેમણે કર્યું તે ઇસ્લામ વિરોધી છે અને યોગ્ય નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp