ભાજપના નેતાને માથામાં મારી દેવાઈ ગોળી, 5 દિવસમાં બીજા BJP નેતાની હત્યા

PC: abplive.com

છત્તીસગઢના છોટેડોંગરમાં નક્સલીઓએ ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા સાગર શાહૂની ગોળી મારીને હત્યા કરી દીધી છે. નક્સલીઓએ રાત્રે લગભગ 8:00 વાગ્યે આ ઘટનાને અંજામ આપ્યો છે. તેનાથી વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. નારાયણપુરના SP પુષ્કર શર્માએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. રિપોર્ટ્સ મુજબ બાઇક સવાર બે નક્સલી ભાજપ નેતાના ઘરે પહોંચ્યા અને તેમના માથામાં ગોળી મારી દીધી. તેનાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું. જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. સાગર શાહૂ ભાજપના જિલ્લા અધ્યક્ષ હતા. આ ઘટનાને અંજામ આપવા અગાઉ નક્સલીએ તેમને આયર્ન પ્લાન્ટની સ્થાપના માટે સમર્થ છોડવા માટે ચેતવણી આપી હતી.

આ અગાઉ રવિવારે (5 ફેબ્રુઆરીના રોજ) ભાજપના નેતા નીલકંઠ કક્કેમની છરા અને કુહાડી વડે હત્યા કરી દેવામાં આવી હતી. નીલકંઠ કક્કેમ 15 વર્ષથી ઉસૂરના મંડળ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ સાળીના લગ્નની તૈયારીમાં પોતાના પૈતૃક ગામે ગયા હતા. નક્સલીઓએ પરિવાર સામે આ ઘટનાને અંજામ આપ્યો. નીલકંઠ કક્કેમ 30 વર્ષથી રાજનીતિમાં સક્રિય હતા. બીજાપુર વિસ્તારમાં તેમનો ખૂબ દબદબો હતો. છત્તીસગઢમાં CRPF અને પોલીસ, નક્સલીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી છે.

આ ફોરવર્ડ ઓપરેટિંગ બેઝની સ્થાપના બાદ નક્સલીઓની ગતિવિધિઓમાં ઘટાડો આવી રહ્યો છે. સુરક્ષા બળ નક્સલીઓને લઇને ક્ષેત્રોમાં ખૂબ સતર્કતા સાથે કામ કરી રહી છે. અહીં મોટા ભાગે નક્સલીઓ દ્વારા છુપાવવામાં આવેલા હથિયારો, ગોળા બારૂદ અને વિસ્ફોટક જપ્ત કરવાના ઉદ્દેશ્યથી સર્ચ ડિસ્ટ્રિક્શન ઓપરેશન સિવાય એરિયા ડોમિનેશન ઓપરેશન પણ ચલાવવામાં આવે છે. એવું જ એક સંયુક્ત અભિયાન 141 બટાલિયન CRPF અને છત્તીસગઢ પોલિસે 1 ફેબ્રુઆરીની રાત્રે સુકમામાં કોંડાવઇ ગામની આસપાસ શરૂ કર્યું હતું.

આખી રાત જવાનોએ વિસ્તારમાં સાવધાની કોમ્બિંગ કરી. ત્યારબાદ 2 ફેબ્રુઆરીના રોજ 7 નક્સલીઓની ધરપકડ કરી. કહેવામાં આવી રહ્યું છે કે બધા 7 નક્સલી નિમ્મલગુંડેમની એવોલ્યૂશનરી પીપલ્સ કાઉન્સિલ (RPC) અને પ્રતિબંધિત BKP માઓવાદી પાર્ટીના સભ્ય છે. સુરક્ષા બળોએ જેમની ધરપકડ કરી છે તેમાં છેલ્લા 3 વર્ષોથી RPC સભ્ય કલમૂ સત્યમ, કલમૂ જોગા, કિકિદી જોગા, મદિવી મંગા અને 2 વર્ષોથી RPC સભ્ય મદકમ એથા સાથે જ છેલ્લા 1 વર્ષથી RPC સભ્ય કલમૂ ભીમા પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp